નવી દિલ્હીઃ Fastest Century In ODI World Cup: ઓસ્ટ્રેલિયાના બેટર ગ્લેન મેક્સવેલે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં વનડે વિશ્વકપની સૌથી ઝડપી સદી ફટકારી છે. મેક્સવેલે 40 બોલમાં 8 ચોગ્ગા અને 8 સિક્સની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તે 44 બોલમાં 9 ચોગ્ગા અને 8 સિક્સની મદદથી 106 રન બનાવી આઉટ થયો હતો. મેક્સવેલે આ સિદ્ધિ નેધરલેન્ડ વિરુદ્ધ  મેળવી છે. તેણે વનડે વિશ્વકપમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે એડન માર્કરમનો રેકોર્ડ તોડી દીધો છે. માર્કરમે 49 બોલમાં સદી ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશ્વકપમાં એડન માર્કરમે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલા મુકાબલામાં 49 બોલમાં સદી ફટકારી હતી. જો મેક્સવેલની વાત કરીએ તો તેણે નેધરલેન્ડના બોલર્સના છોતરા કાઢી નાખ્યા હતા. તે 39.1 ઓવરમાં છઠ્ઠી વિકેટ માટે બેટિંગમાં આવ્યો અને 48.5 ઓવરમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી. એટલે કે તેણે ઈનિંગની 10 કરતા ઓછી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. મેક્સવેલે આ પહેલા 2015ના વિશ્વકપમાં શ્રીલંકા સામે 51 બોલમાં સદી ફટકારી હતી.

આસીસી વનડે વિશ્વકપમાં સૌથી ઝડપી સદી
40 બોલ- ગ્લેન મેક્સવેલ
49 બોલ- એડન માર્કરમ
50 બોલ- કેવિન ઓ બ્રાયન
54 બોલ- ગ્લેન મેક્સવેલ
52 બોલ- એબી ડિવિલિયર્સ


વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી
31 બોલ- એબી ડિવિલિયર્સ
36 બોલ- કોરી એન્ડરસન
37 બોલ- શાહિદ આફ્રિદી
40 બોલ- ગ્લેન મેક્સવેલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube