World Cup: અધુરૂ ન રહીં જાય ટીમ ઈન્ડિયાનું વિશ્વકપ જીતવાનું સપનું, બની રહ્યો છે વિચિત્ર સંયોગ!
World Cup 2023: ભારતની યજમાનીમાં વનડે વિશ્વકપ રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વચ્ચે એક સંયોજ વિશે માહિતી મળી છે, જે ભારતીય ટીમ માટે નુકસાનકારક લાગી રહ્યો છે.
ICC ODI World Cup 2023 : ભારતની યજમાનીમાં વનડે વિશ્વકપની શરૂઆત થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલાની સાથે આઈસીસીની મેગા ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા આ આઈસીસી ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમશે. આ વચ્ચે એક વિચિત્ર સંયોગ વિશે જાણવા મળ્યું છે, જે ભારતીય ટીમ માટે નુકસાન જેવું લાગી રહ્યું છે.
અમદાવાદમાં પ્રથમ મેચ
આઈસીસી ક્રિકેટ વિશ્વકપ-2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. આ પ્રથમ ક્રિકેટ વિશ્વકપ છે, જેની યજમાની સંપૂર્ણ રીતે ભારતની પાસે છે. વિશ્વકપ-2023 રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. તેનો મતલબ છે કે એક ટીમ અન્ય 9 ટીમ સાથે એક-એક મેચ રમશે.
આ પણ વાંચોઃ ભારત માટે પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમશે આ 5 ક્રિકેટર્સ! યાદીમાં મોટા મોટા નામ
ત્રીજીવાર આ ફોર્મેટમાં વિશ્વકપ
આ આઈસીસી વિશ્વકપમાં તમામ ટીમ એકબીજી ટીમ સામે રમશે. દરેક ટીમ લીગ રાઉન્ડમાં 9-9 મેચ રમશે. ત્યારબાદ સેમીફાઈનલ મુકાબલા રમાશે. વર્ષ 1992 અને 2019 બાદ ત્રીજીવાર આઈસીસી વિશ્વકપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહ્યો છે.
ભારતને થશે નુકસાન?
ભારતીય ટીમને તેનાથી નુકસાન થઈ શકે છે. હકીકતમાં વિશ્વકપનું રાઉન રોબિન ફોર્મેટ ભારતને મળતું નથી. વર્ષ 1992માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડે વિશ્વકપની યજમાની કરી હતી, ત્યારે પ્રથમવાર આ ફોર્મેટનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ વર્ષ 2019માં રમાયેલા વિશ્વકપમાં પણ રાઉન્ડ રોબિન ફોર્મેટ હતું. 1992ના વિશ્વકપમાં ભારતીય ટીમ માત્ર 2 મેચ જીતી શકી હતી. જ્યારે 2019ના વિશ્વકપમાં ભારતીય ટીમનો સેમીફાઈનલમાં પરાજય થયો હતો. એટલે કે રાઉન રોબિન ફોર્મેટમાં રમાયેલ બંને વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાને જીત મળી નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube