ભુવનેશ્વરઃ 28 નવેમ્બરથી ઓડિશામાં શરૂ થઈ રહેલા પુરૂષ હોકી વિશ્વકપનું થીમ સોંગ 'જય હિંદ જય ઈન્ડિયા' લોન્ચ થઈ ગયું છે. એઆર રહમાના કંઠે ગવાયેલા આ સોંગને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે લોન્ચ કર્યું છે. થીમ સોંગ શુક્રવારે રાજધાની ભુવનેશ્વરમાં રહમાનની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સોંગને પ્રખ્યાત ગીતકાર ગુલઝારે લખ્યું છે. વિશ્વકપના થીમ સોંગમાં રહમાનની સાથે સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ જોવા મળશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેમી અને ઓસ્કાર પુરસ્કાર વિજેતા રહમાન 27 નવેમ્બરે કલિંગા સ્ટેડિયમમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહ અને 28 નવેમ્બરે કટકના બારાબતી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમમાં પરફોર્મ કરશે. રહમાનનું ભુવનેશ્વર પહોંચવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોકી વિશ્વકપના ઉદ્ઘાટન સમારોહ પહેલા  રહમાને પટનાયક સાથે મુલાકાત કરી હતી. તેમણે મુખ્યપ્રધાન નિવાસ પર પટનાયલની સાથે ભોજન પણ લીધું હતું. 

મુખ્યપ્રધાન પટનાયકે રહમાન સાથે મુલાકાત બાદ કહ્યું, અમને ખુશી છે કે રહમાન જી અમારી સાથે ઓડિશામાં છે. અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે તે ભુવનેશ્વર અને કટકમાં બે-બે સ્થાનો પર પરફોર્મ કરશે. ઓડિશાના લાખો પ્રશંસકો સંગીત માસ્ટરને સાંભળવા માટે ઉત્સાહિત છે.