43 Runs in One Over: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનના નામે કાઉન્ટી ક્રિકેટના ઈતિહાસમાં એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવીઝન 2 મેચમાં સસેક્સ અને લેસ્ટરશાયરની મેચ રમાઈ રહી હતી, જેમાં સસેક્સ માટે રમી રહેલા રોબિન્સને એક ઓવરમાં 43 રન આપ્યા છે. તેની ઓવરમાં લેસ્ટરશાયરના લુઈસ કિમ્બરે આ રન ફટકાર્યા છે. આ ઓવરમાં રોબિન્સને 3 નો-બોલ ફેંક્યા અને તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બીજો બોલર બની ગયો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપવાનો શરમજનક રેકોર્ડ રોબર્ટ વેન્સના નામે છે, જેણે 77 રન આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોબિન્સન હવે કાઉન્ટી ચેમ્પિયશિપની એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર અને લુઈસ કિમ્બર કોઈ એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કિમ્બરે આ મેચમાં માત્ર 62 બોલમાં સદી અને 100 બોલમાં બેવડી સદી ફટકારી હતી. કિમ્બરે પોતાની ઈનિંગમાં 200 રન બનાવવા સુધી 19 ચોગ્ગા અને 17 સિક્સ ફટકારી હતી. 


ઓલી રોબિન્સનની ઓવર
રોબિન્સનની ઓવરનાં પ્રથમ બોલ પર કિમ્બરે સિક્સ ફટકારી, બીજો બોલ નો-બોલ રહ્યો અને ચોગ્ગો ફટકાર્યો. બીજા લીગલ બોલ પર ચોગ્ગો અને ત્રીજા બોલ પર લુઈસ કિમ્બરે સિક્સ ફટકારી. ચોથા બોલ પર ચોગ્ગો ગયો અને ફરી નો-બોલ ફેંક્યો. પાંચમાં લીગલ બોલ પર ફરી બાઉન્ડ્રી આપી અને અંતિમ બોલ પહેલા રોબિન્સનના નો-બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તો આ ઓવરના છેલ્લા લીગલ બોલ પર એક રન આવ્યો હતો. આ રીતે તેણે એક ઓવરમાં કુલ 43 રન આપ્યા છે.


પ્રથમ બોલ: છગ્ગો


બીજો બોલ: નો બોલ પર ચાર


ત્રીજો બોલ: ચાર


ચોથો બોલ: છગ્ગો


પાંચમો બોલ: ચાર


છઠ્ઠો બોલ: નો બોલ પર ચાર


સાતમો બોલ: ચાર


આઠમો બોલ: નો બોલ પર ચાર


નવમો બોલ: 1 રન



એક ઓવરમાં સૌથી વધુ રન
રોબર્ટ વેન્સ: 77 રન - વેલિંગ્ટન વિ કેન્ટરબરી


ઓલી રોબિન્સન: 43 રન - સસેક્સ વિ લિસેસ્ટરશાયર


એલેક્સ ટ્યુડર: 38 રન - સરે વિ લેન્કેશાયર


શોએબ બશીર: 38 રન - વોર્સેસ્ટરશાયર વિ સરે


માલ્કમ નેશ: 36 રન - ગ્લેમોર્ગન વિ નોટિંગહામશાયર