આ ખેલાડીએ બળાત્કારનો આરોપ લગાવનાર યુવતી સાથે કર્યા લગ્ન
ઘોષને આશા છે કે મને આશા છે કે કોર્ટમાં આ મામલાનો જલ્દી ઉકેલ આવી જશે અને હું પ્રેક્ટિશ શરૂ કરીશ.
નવી દિલ્હીઃ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી સૌમ્યજીત ઘોષે તે યુવતી સાથે લગ્ન કરી લીધા છે, જેણે ચાર મહિના પહેલા તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. વિશ્વ રેન્કિંગમાં કેરિયરના સર્વશ્રેષ્ઠ 58માં સ્થાન પર પહોંચનાર ઘોષ પર 18 વર્ષની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાગ 25 વર્ષીય ખેલાડીને રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેને આગામી એશિયાઈ ગેમ્સની ટીમમાં પણ સ્થાન મળ્યું નથી.
લંડન અને રિયો ઓલંમ્પિકમાં ક્વોલિફાઇ કરનારા આ ખેલાડીએ કહ્યું, મારૂ લક્ષ્ય ત્રીજા ઓલંમ્પિકમાં રમવાનું છે, પરંતુ અત્યારે મારૂ તમામ ધ્યાન કાયદાકિય આંટીઘૂટીમાં છે. મારૂ વજન પણ ઘણુ વધી ગયું છે. વાપસી કરવાનું મુશ્કેલ હશે પરંતુ મારે તે શોધવું પડશે.
ઘોષે પીટીઆઈને કહ્યું, કહે છે કે ભારતમાં ખેલાડીઓને કંઇક મેળવવા માટે ઘણી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિથી તમે વધુ મજબૂત થાવ છો. પરંતુ ચાર મહિના પહેલા મારી સાથે જે થયું તેણે મને અસ્થિર કરી દીધો. મને ખ્યાલ ન હતો કે આમાંથી કેમ બહાર નિકળવું છે.
તેણે કહ્યું, દરેક યુવતી વિશે વિચારતા હતા. તે યુવા છે. હું પણ યુવા છું. જ્યારે અમે ડેટિંગ શરૂ કર્યું ત્યારે તે સગીર હતી, હું 22 વર્ષનો હતો. હું અત્યારે પણ યુવા છું. હવે હું પાછળ જોવા માંગતો નથી, ભવિષ્ય પર ધ્યાન લગાવવા ઈચ્છું છું. મને આશા છે કે કોર્ટમાં આ મામલાનો જલ્દી ઉકેલ આવી જશે અને હું પ્રેક્ટિશ શરૂ કરી શકીશ.
ઘોષની સામે આ કેસ દાખલ થયો ત્યારે તે જર્મનીમાં રમી રહ્યો હતો. ભારતમાં ધરપકડથી બચવા તે યૂરોપના ત્રણ-ચાર દેશોમાં જ રોકાયો અને મેમાં સ્વદેશ પરત ફર્યો.
તેણે કહ્યું, તે સમયે મને ખ્યાલ આવ્યો કે મારા શુભચિંતક કોણ છે. હું સંપૂર્ણ રીતે ભાંગી ગયો હતો. હું મારા કેરિયરના ટોપ પર હતો. જર્મનીમાં સારી ક્લબ માટે રમી રહ્યો હતો અને કંઇક આવું થઈ ગયું. હું કોઇનું નામ લેવાનો નથી, પરંતુ હું તે સમયથી આગળ નિકળી ગયો છું. તેવા બે લોકો છે અને જાહેર છે મારા માતા-પિતાની મદદ વગર સંભવ ન થાત.
મુશ્કેલ સમયમાં શરત કમલ, જી સથિયાન, હરમીત દેસાઈ અને રાષ્ટ્રીય ટીમના બીજા ખેલાડી ઘોષની સાથે ઉભા રહ્યાં. તેણે કહ્યું, ટીટીઆઈએફ, ખેલાડી તમામ મારી સાથે ઉભા હતા. બધુ ખોટુ થઈ રહ્યું હતું, પરંતુ તેમના સમર્થનથી હું મજબૂત રહ્યો.