Olympic Champion Neeraj Chopra કેમ થયો ભાવુક, જાણો ટ્વીટ કરીને કોને કર્યા યાદ?
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra) ગોલ્ડને નિશાન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. જેવલિન થ્રો ફાઇનલમાં નીરજે 87.58 ના શ્રેષ્ઠ અંતર સાથે ગોલ્ડ જીત્યો છે.
નવી દિલ્લીઃ ટોક્યો ઓલિમ્પિકમાં એથલેટિક્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપવનાર ખેલાડી નીરજ ચોપડા અચાનક ભાવુક થઈ ગયાં. નીરજ ચોપડાએ ભાવુક થઈને ટ્વીટ કર્યુંકે, હજુ પણ હું એ લાગણી ફીલ કરી રહ્યો છું. સમગ્ર ભારત અને વિશ્વભરમાંથી લોકોએ મને સપોર્ટ કર્યો. તમારા સમર્થન અને આશીર્વાદ માટે ખૂબ ખૂબ આભાર, જેણે મને આ કક્ષા સુધી પહોંચવામાં મદદ કરી છે. આ ક્ષણ મારી સાથે હંમેશા જીવંત રહેશે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra) ગોલ્ડને નિશાન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. જેવલિન થ્રો ફાઇનલમાં નીરજે 87.58 ના શ્રેષ્ઠ અંતર સાથે ગોલ્ડ જીત્યો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ નીરજે પોતાના ગ્રુપમાં ટોપ કર્યું હતું. ચોપડાએ (Neeraj Chopra) આ સાથે જ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય બન્યો જે દેશના ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં પણ પ્રથમ મેડલ છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું, 'આ અકલ્પનીય લાગે છે'. નીરજ ચોપડાએ દાવો કર્યો હતો કે તેને પોડિયમની ટોચની સ્થિતિ અંગે ખાતરી નહતી જો કે, તેને તેના પ્રદર્શન દરમિયાન આત્મવિશ્વાસ પુરૂ હતો.
23 વર્ષના ચોપડાએ ખેલમહાકુંભમાં એવી શક્તિથી ભાલો ફેંક્યોકે, સીધો ગોલ્ડ મેડલ ભારતની જોળીમાં આવી ગયો. નીરજ ચોપડાએ ઐતિહાસિક વિક્રમ સર્જયા બાદ કહ્યુંકે, "હું વિશ્વાસ કરી શકતો નથી. પ્રથમ વખત છે જ્યારે ભારતે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, તેથી હું ખૂબ ખુશ છું. આપણી પાસે અન્ય રમતોમાં માત્ર એક ઓલિમ્પિક ગોલ્ડ છે. એથ્લેટિક્સમાં આ આપણો પ્રથમ ઓલિમ્પિક મેડલ છે. તે મારા અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.
હું ખૂબ ખુશ છું: નીરજ
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ગોલ્ડ મેડલ જીતીને આશ્ચર્ય પામ્યા હતા, જેમાં મહાન જર્મન રમતવીર યોહાનેસ વેટર પણ સામેલ હતા. તેણે કહ્યું, 'મેં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ખૂબ જ સારો થ્રો કર્યો હતો તેથી મને ખબર હતી કે હું ફાઇનલમાં વધુ સારું કરી શકું છું'.
તેણે કહ્યું, 'પરંતુ મને ખબર નહોંતી કે મને ગોલ્ડ મેડલ મળશે કે નહીં મેં બસ મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો.