ઝી મીડિયા/બ્યૂરો :મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) એ ઓલિમ્પિક રમતમાં વેઈટ લિફ્ટીંગ (Weightlifting) માં મેડલ મેળવવાની ભારતની 21 વર્ષની ઈંતેજારી દૂર કરી છે. 49 કિલો સ્પર્ધામાં રજત પદક મેળવીને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2021) માં ભારતે ખાતુ ખોલાવ્યું છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાનૂએ ક્લીન એન્ડ જર્ક માં 115 કિલો અને સ્નૈચમાં 87 કિલોથી કુલ 202 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું છે. આ પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ સિડની ઓલિમ્પક 2002 માં દેશને વેઈટ લિફ્ટીંગમાં મેડલ અપાવ્યું હતુ. 



મીરાબાઈ ચાનૂની આ સફળતા પર પીએમ મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ચાનૂના શાનદાર પ્રદર્શનથી તેઓ ઉત્સાહિત છે. વેઈટ લિફ્ટીંગમાં સિલ્વર મેડર જીતવા માટે તેમણે ચાનૂને અભિનંદન આપ્યા છે. તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરિત કરે છે. 



આવુ પહેલીવાર બન્યુ છે કે, ભારતે ઓલિમ્પિકના પહેલા દિવસે જ વેઈટ લિફ્ટીંગમાં મેડલ જીત્યું છે. મીરાબાઈએ 2016 રિયો ઓલિમ્પિકના નિરાશાજનક પ્રદર્શનનુ સાઠુ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને વાળ્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ કરનારી એકમાત્ર વેઈટ લિફ્ટર મીરાબાઈ રિયો ઓલિમ્પિકમાં ક્લીન એન્ડ જર્કમાં ત્રણમાંથી
એક પણ પ્રયાસમાં સફળ થઈ શક્યા ન હતા.