Vinesh Phogat: ભારત પેરિસ ઓલિમ્પિકમાં ચોથો મેડલ નક્કી થઈ ગયો છે. ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટે 50 કિલોગ્રામ ઈવેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે વિનેશ ફોગાટે સિલ્વર મેડલ તો નક્કી કરી લીધો છે. હવે આવતીકાલે વિનેશ ફોગાટ ફાઈનલ માટે મેટ પર ઉતરશે. દેશ આશા કરી રહ્યો છે કે વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલ જીતે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેમીફાઈનલમાં આ રીતે જીતી વિનેશ ફોગાટ
સેમીફાઈનલમાં પણ વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિનેશે ફાઈનલમાં ક્યુબાની રેસલરને 5-0થી હરાવી હતી. વિનેશ ફોગાટે આ સાથે સિલ્વર મેડલ કન્ફર્મ કરી લીધો છે. પરંતુ વિનેશની નજર ઔતિહાસિક ગોલ્ડ મેડલ પર છે. 


જાપાની રેસલરને 3-2થી હરાવી
વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં મોટા પડકારનો સામનો કરવો પડ્યો હતો. તેના હાથમાંથી મેચ સરકી જતી હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ તેને અદ્ભુત પ્રદર્શન કર્યું અને જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી દીધી હતી. વર્તમાન ચેમ્પિયન સુસાકી આ હારથી ચોંકી ગઈ હતી. સુસાકી 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન પણ છે. વિનેશ ફોગાટે વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને તેની મેડલની આશા વધારી દીધી છે.


વિનેશે ઇતિહાસ રચ્યો
વિનેશે એ સાબિત કરી દીધું છે કે હજુ પણ તેનામાં દમ છે. વિનેશે ન માત્ર વિશ્વ ચેમ્પિયનને હરાવી હતી પરંતુ વિશ્વ કુસ્તીના ઈતિહાસમાં પોતાનું નામ પણ નોંધાવ્યું છે. સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકમાં એક પણ પોઈન્ટ ગુમાવ્યો ન હતો અને હવે તેને વિનેશ પાસેથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે વિનેશે 3 પોઈન્ટનો શોટ માર્યો ત્યારે તેની પાસે માત્ર 5 સેકન્ડ હતી. પરંતુ આમ છતાં તેણે હાર ન માની અને ફિલ્મી સ્ટાઈલમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.


જીત બાદ ભાવુક થઈ ગઈ વિનેશ
રોમાંચક જીત બાદ વિનેશ ફોગાટ ભાવુક જોવા મળી હતી. બીજી તરફ સુસાકીએ તેને 2 પોઈન્ટ માટે પડકાર ફેંક્યો પરંતુ તેને કોઈ ફાયદો થયો નહીં