નવી દિલ્હીઃ ડાબા હાથના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારો દ્વારા નજરઅંદાજ કરવાથી નિરાશ નથી. તેનું કહેવું છે કે તે હાર નહીં માને અને તે રમતને રમતો રહેશે જેણે તેને આટલું બધુ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનડકટની ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રિઝર્વ ખેલાડી તરીકે પણ પસંદગી ન કરવામાં આવી. એટલું જ નહીં શ્રીલંકાના પ્રવાસે જનારી સીમિત ઓવરોની ટીમમાં પણ આ સૌરાષ્ટ્રના બોલરને નજરઅંદાજ કરી દેવામાં આવ્યો. 


તેણે 2019-2020 રણજી ટ્રોફી સીઝનમાં રેકોર્ડ 67 વિકેટ ઝડપી સૌરાષ્ટ્રને પ્રથમવાર ચેમ્પિયન બનાવ્યું હતું. આ 29 વર્ષીય બોલરે શ્રીલંકા સામેના પ્રવાસ પર નજરઅંદાજ કરાયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. 


જયદેવ ઉનડકટે ટ્વિટર પર લખ્યુ- જ્યારે હું બાળક હતો તો આ રમતના દિગ્ગજોને મનોયોગથી રમતા જોઈ પ્રેરિત થયો અને મને મારૂ ઝનૂન મળ્યું. બાદના વર્ષોમાં મેં સ્વયં આ અનુભવ હાસિલ કર્યો. 


મેચ દરમિયાન મેદાન પર ગુસ્સો કરવો શાકિબને પડ્યો ભારે, લાગ્યો પ્રતિબંધ


ઉનડકટે કહ્યુ- ધીમે ધીમે તેની ધારણા બદલી ગઈ. આ કારણે હું બદલાય ગયો. હું પરિપક્વ થઈ ગયો. ઉતાર, ચઢાવ, વધુ ખુશી, વધુ નિરાશા. ખ્યાલ નથી હું આ રમત વગર શું હોત. આ રમતે મને ઘણું આપ્યું છે અને એક ક્ષણ માટે મને તેના પર પસ્તાવો નથી કે મારી પસંદગી કેમ ન થઈ, મારો સમય ક્યારે આવશે કે મેં શું ખોટુ કર્યુ. મને પૂર્વમાં તક મળી અને મને હજુ પણ તક મળશે. જ્યારે મને આ તક મળવાની હશે તો મને મળશે. ત્યાં સુધી સોશિયલ મીડિયા ડિટોક્સ મોડ ચાલૂ છે. 


ઉનડકટે ભારત તરફથી એક ટેસ્ટ, સાત વનડે અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે રાષ્ટ્રીય ટીમ તરફથી પોતાની છેલ્લી મેચ 2018માં રમી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube