હેપી બર્થડે મુરલીધરનઃ ટેસ્ટ અને વનડેમાં વિકેટોનો `મહારેકોર્ડ`, બોલિંગ એક્શનને લઈને રહ્યો વિવાદ
ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ બોલર રહેલા શ્રીલંકાના દિગ્ગજ મુથૈયા મુરલીધરન આજે 17 એપ્રિલે પોતાનો 48મો જન્મદિવસ મનાવી રહ્યો છે. વર્ષ 1972માં કેન્ડીમાં જન્મેલા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લીધી છે, જે આ ફોર્મેટમાં સર્વાધિક છે. પરંતુ તેની બોલિંગ એક્શનને લઈને જરૂર વિવાદ રહ્યો અને 1995માં તો અમ્પાયરે તેના બોલને નો-બોલ ગણાવી દીધો હતો.
નવી દિલ્હીઃ 5 ફૂટ 7 ઇંચ લાંબા સ્પિનર મુરલીધરને ટેસ્ટ વિકેટોમાં એવો રેકોર્ડ બનાવ્યો છે જેને તોડવો લગભગ અશ્યય લાગે છે. મુરલીએ ટેસ્ટમાં 800 વિકેટ લીધી જે ક્રિકેટના આ લાંબા ફોર્મેટમાં સર્વાધિક છે. વનડેમાં તેના નામે 534 વિકેટ નોંધાયેલી છે જે એક રેકોર્ડ છે.
કરિયરમાં 80 વિકેટ જ મળી હોત!
તેવું લાગે છે કે તે પોતાના કરિયરમાં 80 વિકેટ જ લઈ શક્યો હોત જ્યારે ડેરલ હેયરે 1995માં મેલબોર્નના મેદાન પર તેની બોલિંગને નો-બોલ આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે અર્જુન રણતુંગાએ તેની ઘણી મદદ કરી અને તે વિશ્વના મહાન સ્પિનરોમાં પોતાનું નામ નોંધાવી શક્યો.
સીમેન્ટના મેદાન પર પણ સ્પિન કરાવી શકે છે બોલ
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન દિલીપ મેન્ડિસે એકવાર મુરલીધરનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તે સીમેન્ટના મેદાન પર પણ બોલ સ્પિન કરાવવાની ક્ષમતા ધરાવે છે. મુરલી પોતાના કાંડાને ખુબ જોરથી ઘુમાવતો હતો. મુરલીએ સૌથી વધુ 67 વખત ટેસ્ટની એક ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. તે ટેસ્ટ કરિયરમાં 22 વખત 10 કે તેથી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે જે એક રેકોર્ડ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube