નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે કોરોના વાયરસના કારણે ઊભી થયેલી લોકડાઉનની સ્થિતિ ભારતીય ખેલાડીઓ માટે સારી છે જેનાથી તેમને આરામ કરવાની તક મળશે. શાસ્ત્રીએ કહ્યું કે ભારતીય ખેલાડીઓની માનસિકતા પર ન્યૂઝિલેન્ડ પ્રવાસનો થાક દેખાઈ રહ્યો હતો. શાસ્ત્રીએ કહ્યું કે આ આરામ ખરાબ વસ્તુ નથી કારણ કે જો તમે ન્યૂઝીલેન્ડના પ્રવાસના અંત પર વિચાર કરશો તો જોઈ શકશો કે ખેલાડીઓ પર માનસિક થાક, ફિટનેસ અને ઈજાની અસર જોવા મળી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે છેલ્લા 10 મહિનામાં અમે જે ક્રિકેટ રમ્યા હતાં તેની અસર જોવા મળી રહી હતી. મારા અને બાકી અન્ય સપોર્ટ સ્ટાફ, અમે 23મી મેના રોજ ભારત છોડ્યું હતું વર્લ્ડ કપ માટે ત્યારબાદથી અમે ફક્ત 10-11 દિવસ જ ઘરમાં રહ્યાં. ન્યૂઝીલેન્ડના પ્રવાસ બાદ ભારતે ઘરમાં જ દક્ષિણ આફ્રિકા સાથે 3 મેચોની વનડે શ્રેણી રમવાની હતી જે કોરોના વાયરસના કારણે રદ થઈ. ત્યારબાદ આઈપીએલ રમવાનું હતું જે 15 એપ્રિલ સુધી ટળ્યું. 


કોચે કહ્યું કે ઈંગ્લેન્ડ બાદ અમે વેસ્ટઈન્ડિઝ ગયાં. ત્યારબાદ દક્ષિણ આફ્રીકા સામે ભારત રમ્યું. અહીં અમે બે અઢી મહિનાની સીઝન રમ્યા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ગયાં. આ મુશ્કેલ હતું આથી આ આરામ ખેલાડીઓ માટે સારો છે. શાસ્ત્રીએ કહ્યું કે હાલ ખેલાડીઓએ મેદાન પર પાછા ફરવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. ઉલ્ટું તેમણે બીમારી વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવી જોઈએ. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube