Orissa Kelly: જ્યારે ધનુષ બાણ ચલાવવાની એટલે કે તીરંદાજીની વાત આવે છે ત્યારે લોકો જૂના જમાના વિશે વાત કરવાનું શરૂ કરી દે છે.  પરંતુ આજે તમને જે વીડિયો જોવા મળશે તે જોઈને તમે થોડીવાર તો બધું જ ભુલી જશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેમાં એક છોકરી પોતાના પગ વડે  તીર ચલાવતી જોવા મળે છે. આ યુવતી દુનિયાના શ્રેષ્ઠ તીરંદાજોમાંથી એક છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


અહીં પત્નીનો જન્મદિવસ ભૂલવા પર પતિને થાય છે 5 વર્ષની જેલ! નિયમો જાણીને ચોંકી જશો


અહીં આ ખાસ શબ્દોને ટ્રાન્સલેટ કરવા પર મળે છે સજા, ફોનને સ્પર્શ કરવો પણ બને છે ગુનો


આ તીરંદાજનું નામ ઓરિસા કૈલી છે અને તે બ્રિટિશ જિમનાસ્ટ છે. તેણે થોડા સમય પહેલા એક વીડિયો શેર કર્યો હતો, આ વીડિયોમાં તે પગથી તીર મારતી જોવા મળે છે. વીડિયોમાં તે બરફ વચ્ચે પગથી સળગતા તીરને પકડી અને ચલાવતી જોવા મળે છે.


 



27 વર્ષની ઓરિસા કૈલી તેના ટેલેન્ટના કારણે સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. કૈલી તેના પગના અંગૂઠા વડે 13 કિલોનું ધનુષ પકડી  તીરંદાજી કરે છે. તેણે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય માટે પણ પરફોર્મ કર્યું હતું. કૈલીના ઘણા વીડિયોએ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કૈલીએ સાત વર્ષથી તીરંદાજી કરી રહી છે. પહેલા તે દરરોજ છ કલાક પ્રેક્ટિસ કરતી હતી અને હવે તે આ રમતમાં એક્સપર્ટ બની ગઈ છે.