નવી દિલ્હીઃ સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ વિશ્વમાં સર્વાધિક કમાણી કરનારી મહિલા ખેલાડીઓની યાદીમાં એકમાત્ર ભારતીય છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સિંધુ વિશ્વમાં સર્વાધિક કમાણી કરનારી મહિલા ખેલાડીઓમાં 13મા સ્થાન પર છે. ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનારી વિશ્વની 15 મહિલા ખેલાડીઓની આ યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમેરિકાની દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ટોપ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોર્બ્સ દ્વારા જાહેર સર્વાધિક કમાણી કરનારી મહિલા એથલીટ્સ 2019ની આ યાદી પ્રમાણે સિંધુની કમાણી 55 લાખ અમેરિકન ડોલર (આશરે 38 કરોડ 86 લાખ 87 હજાર રૂપિયા) છે. ફોર્બ્સે કહ્યું, 'સિંધુ ભારતીય બજારમાં કમાણી કરનાર અગ્રણી મહિલા એથલીટ છે. વર્ષ 2018માં BWF વર્લ્ડ ટૂર ફાઇન્લ્સ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.'


વિશ્વની ટોપ 15 ખેલાડીઓની યાદીમાં સેરેના વિલિયમ્સ પ્રથમ સ્થાન પર છે. સેરેનાની કુલ કમાણી 29.2 મિલિયન ડોલર (આશરે કરોડ અમેરિકી ડોલર) છે. ફોર્બ્સે જણાવ્યું કે, 37 વર્ષીય સેરેના આગામી વર્ષ સુધી ટેનિસ રમશે. ત્યારબાદ તે પોતાની નવી ઈનિંગના રૂપમાં ક્લોથિંગ લાઇનમાં 'S બાઇ સેરેના'માં આવશે અને 2020 સુધી તે જ્વેલરી અને સૌંદર્ય ઉત્પાદકોને પણ લોન્ચ કરશે. 


આ યાદીમાં બીજા સ્થાન પર જાપાનની નાઓમી ઓસાકા છે, જેણે 2018મા યૂએસ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ ટાઇટલ મુકાબલામાં ઓસાકાએ 23 વખતની ગ્રાન્ડસ્લેમ વિજેતા સેરેનાને પરાજય આપ્યો હતો. ઓસાકાની કુલ કમાણી 24 લાખ અમેરિકન ડોલર છે. 15 મહિલા એથલીટ્સ વાળી આ યાદીમાં તે મહિલા ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે, જેની કમાણી 50 લાખ અમેરિકન ડોલર છે. 

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે શ્રીલંકાની ટીમ જાહેર, આ ખેલાડીની થઈ વાપસી 


જો આટલી કમાણી કરવા પ્રમાણે પુરૂષ ખેલાડીઓ પર નજર કરીએ, તો 50 લાખ અમેરિકન ડોલરની કમાણી કરનાર 1300થી વધુ પુરૂષ ખેલાડી આ વર્ષે આવા હશે.