રાવલપિંડીઃ Pakistan vs England: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની શરૂઆત આજે રાવલપિંડીમાં થઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તો આ મેચની શરૂઆતમાં ઈંગ્લેન્ડના ઓપનરોએ દમદાર શરૂઆત કરી છે. લંચ પહેલા પ્રથમ સત્રમાં ઈંગ્લેન્ડે પોતાના નામે નવો રેકોર્ડ બનાવી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ સત્રમાં ઈંગ્લેન્ડનો દબદબો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમના ઓપનરોએ લંચ પહેલા 27 ઓવરમાં 174 રન ફટકારી દીધા હતા. બંને બેટર જે રીતે બેટિંગ કરી રહ્યાં હતા તેને જોઈને લાગી રહ્યું હતું કે આ ટેસ્ટ મેચ નહીં ટી20 ક્રિકેટ ચાલી રહી છે. તો પોતાની આ ભાગીદારીની સાથે ઈંગ્લેન્ડના ઓપનરોએ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


આ પણ વાંચોઃ IND vs BAN: 4 ડિસેમ્બરથી ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ, વન-ડે, ટેસ્ટનો સંપૂર્ણ કાર્યક્રમ


ક્રાઉલી અને ડકેતની જોડીએ રચ્યો ઈતિહાસ
રાવલપિંડીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેતે ઈતિહાસ રચતા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 2001 બાદ સૌથી ઝડપી 100 રન બનાવ્યા હતા. પાકિસ્તાન વિરુદ્ધ મુકાબલામાં બંનેએ માત્ર 13.4 ઓવરમાં ટીમનો સ્કોર 100 રન પર પહોંચાડી દીધો હતો. આ પહેલા રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો. બાંગ્લાદેશે વર્ષ 2012માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 13.4 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. આ સમાચાર લખાયા ત્યારે ક્રાઉલી 106 અને ડકેત 90 રન બનાવી બેટિંગ કરી રહ્યાં હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube