T20 World Cup 2022: કોણ રચશે ઈતિહાસ? વરસાદની સંભાવના વચ્ચે `મહાજંગ` માટે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન તૈયાર
Eng vs Pak FINAL: વરસાદની સંભાવના વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઈતિહાસનું સાક્ષી બનવા માટે તૈયાર છે. રવિવારે બાબર આઝમની પાકિસ્તાન ટીમ અને જોસ બટલરની ઈંગ્લેન્ડ ટીમ ટી20 વિશ્વકપની ટ્રોફી જીતવા માટે આમને-સામને ઉતરશે.
મેલબોર્નઃ કેપ્ટન બાબર આઝમની નજર રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનાર ટી20 વિશ્વકપ ફાઇનલ 2022માં ફોર્મમાં ચાલી રહેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ટીમને જીત અપાવી પાકિસ્તાન ક્રિકેટરના 'હોમ ઓફ ફેમ'માં મહાન ક્રિકેટર ઇમરાન ખાનની સાથે સામેલ થવા પર હશે.
પરંતુ 2009ની ચેમ્પિયનની ફાઇનલ સુધીની સફર કોઈ રોમાંચક સ્ક્રિપ્ટથી ઓછી નથી જેમાં તે ટૂર્નામેન્ટના પ્રથમ સપ્તાહમાં બહાર થવાની નજીક પહોંચી ગઈ હતી જેમાં ભારત અને ઝિમ્બાબ્વે સામે તેનો મનોબળ તોડનારો પરાજય થયો હતો. પરંતુ ટૂર્નામેન્ટના બીજા સપ્તાહમાં પાકિસ્તાને નાટકીય વાપસી કરી અને દક્ષિણ આફ્રિકાને હરાવી આશા વધારી દીધી.
પાકિસ્તાની પ્રશંસકોની દુવાઓની અસર જોવા મળી, જેથી ફરી 1992 જેવો ચમત્કાર થયો અને નેધરલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાને હરાવી અપસેટ સર્જી દીધો જેનાથી પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં પહોંચવાની રેસમાં સામેલ થઈ હતી.
આ પણ વાંચોઃ ICC Meeting: આઈસીસીમાં જય શાહને મળી મહત્વની જવાબદારી, બાર્કલે ચેરમેન તરીકે યથાવત
ક્રિકેટના આલોચક કહે છે કે તમે રમતમાં કંઈ કહી શકો નહીં. પાકિસ્તાને સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે દમદાર પ્રદર્શન કર્યું અને સાબિત કર્યું કે જ્યારે મુકાબલો દબાવ ભરેલો હોય તો તે કોઈછી ઓછા નથી. હવે પ્રશંસકોની બાબરની ટીમ પાસે આશા 1992ના ઈતિહાસનું પુનરાવર્તન કરવાની છે. પરંતુ ઈંગ્લેન્ડની ટીમનો પણ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ જોડાયેલો છે. સાત વર્ષ પહેલા અહીં ઈંગ્લેન્ડને બાંગ્લાદેશે હરાવી વિશ્વકપમાંથી બહાર કર્યું હતું અને ત્યારથી ઈંગ્લેન્ડની ટીમની દશા અને દિશા બદલાઈ હતી.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના તમામ પ્રયાસો અને પૂર્વ કેપ્ટન ઇયોન માર્ગનની આગેવાનીમાં ઈંગ્લેન્ડે નીડર થઈને રમવાની શરૂઆત કરી. ભારત વિરુદ્ધ ગુરૂવારે સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડના ઓપનરો નીડર થઈને રમ્યા હતા અને 10 વિકેટે જીત મેળવી હતી. ઈંગ્લેન્ડના જોસ બટલર, એલેક્સ હેલ્સ, બેન સ્ટોક્સ અને મોઈન અલી જેવા ધુરંધરોને પાછળ છોડવા માટે શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ વસીમ જૂનિયર અને હારિસ રઉફે દમદાર પ્રદર્શન કરવું પડશે.
હવામાન વિભાગની ભવિષ્યવાણી અનુસાર ફાઇનલમાં રવિવાર અને સોમવારે રિઝર્વ ડે પર વરસાદનો ખતરો છે. સામાન્ય ટી20 મેચમાં ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ કરાવી શકાય છે પરંતુ વિશ્વકપમાં ટેકનિકલ સમિતિએ દરેક ટીમ માટે 10 ઓવરની જોગવાઈ રાખી છે અને જરૂર પડી તો મેચ ફરી રિઝર્વ ડેમાં શરૂ થશે.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને હવે નહીં મળે T20 ટીમમાં તક, BCCI અધિકારીએ કરી પુષ્ટિ!
હાર્દિક પંડ્યાએ ભલે ક્રિસ બોર્ડન વિરુદ્ધ આક્રમક બેટિંગ કરી હોય પરંતુ તે ટી20માં એક સારો બોલર છે અને તેણે પાકિસ્તાની બેટરો વિરુદ્ધ પોતાના બિગ બેશ લીગના અનુભવનો ઉપયોગ કરવો પડશે. જો બંને ટીમના બેટિંગ યુનિટને જોવામાં આવે તો ઈંગ્લેન્ડમાં જોસ બટલર, એલેક્સ હેલ્સ, બેન સ્ટોક્સ, ફિલ સોલ્ટ, હેરી બ્રુક, મોઈન અલી અને લિયામ લિવિંગસ્ટોન સામેલ છે, જે કાગળ પર પાકિસ્તાનના રિઝવાન, બાબર, શાન મસૂદ, મોહમ્મદ હારિસ અને ઇફ્તિખાર અહમદ જેવા ખેલાડીથી વધુ મજબૂત લાગે છે. પરંતુ મોટી મેચમાં નામ મહત્વનું નથી કારણ કે અહીં માનસિકતા તથા જુસ્સો લક્ષ્ય સુધી પહોંચવા માટે મહત્વનો છે.
England vs Pakistan: Head-to-head stats: ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ અત્યાર સુધી બે વખત આમને-સામને આવ્યા છે, જેમાં બંને વખત પાકિસ્તાનનો વિજય થયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube