નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં પાકિસ્તાને અજેય ન્યૂઝીલેન્ડને હરાવીને અપસેટ કર્યો હતો. પાકિસ્તાને બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છ વિકેટથી શાનદાર જીત મેળવીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. આ મેચ બાદ ભારતીય ટેનિસ સ્ટાર અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાએ એક એવું ટ્વીટ કર્યું, જેના પર લોકોએ શોએબ મલિકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. 


વર્લ્ડ કપ સેમિફાઇનલઃ બાકી ત્રણ કોણ? ભારત સહિત આ છ ટીમો વચ્ચે જંગ