લાહોરઃ શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 3 મેચોની ટી20 સિરીઝમાં પરાજય આપીને ઈતિહાસ રચી દીધો છે. સિરીઝનો પ્રથમ મુકાબલો જીત્યા બાદ શ્રીલંકાએ પાકિસ્તાનને બીજી મેચમાં 35 રનથી હરાવીને સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ જીતની સાથે શ્રીલંકા પાકિસ્તાનમાં ટી20 સિરીઝ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેન ઓફ ધ મેચ અને પોતાના કરિયરની બીજી મેચ રમી રહેલા ભાનુકા રાજપક્ષે (77)ની શાનદાર અડધી સદી બાદ નુવાન પ્રદીપ (25/4)ની શાનદાર બોલિંગની મદદથી શ્રીલંકાએ સોમવારે રમાયેલી બીજી ટી20 મેચમાં યજમાન પાકિસ્તાનને 35 રને હરાવી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. શ્રીલંકાએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમવાર કોઈ ટી20 સિરીઝ જીતી છે. 


શ્રીલંકાએ પ્રથમ મેચમાં પણ પાકિસ્તાનને 64 રનથી કારમો પરાજય આપ્યો અને હવે તેણે બીજી મેચ પણ જીતીને ત્રણ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. બંન્ને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ મેચ ગુરુવારે આ સ્ટેડિયમમાં રમાશે. શ્રીલંકાએ 6 વિકેટ પર 182 રન બનાવ્યા અને પછી પાકિસ્તાનને 19 ઓવરમાં 147 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. 


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાને 52 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તેમાં વાનિંદુ હસરંગા દ્વારા એક ઓવરમાં ઝડપવામાં આવેલી ત્રણ વિકેટ પણ સામેલ છે. હસરંગાએ ઈનિંગની આઠમી અને પોતાની બીજી ઓવરમાં અહમદ શહઝાદ (13), સરફરાઝ અહમદ (26) અને ઉમર અકમલ (0)ની વિકેટ ઝડપી હતી. 

PAK vs SL: શૂન્ય પર આઉટ થઈને ઉમર અકમલે કરી વર્લ્ડ રેકોર્ડની બરોબરી 


ત્યારબાદ ઇમાદ વસીમ (47) અને આસિફ અલી (29)એ છઠ્ઠી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને મેચમાં પરત લાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઇસુરુ ઉડાનાએ વસીમને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ટી20મા શ્રીલંકા વિરુદ્ધ છઠ્ઠી વિકેટ માટે પાકિસ્તાનની આ સૌથી મોટી ભાગીદારી છે. 


વસીમ આઉટ થયા બાદ પાકિસ્તાનની ટીમ 19 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વસીમે 29 બોલમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા શ્રીલંકાએ 6 વિકેટ પર 182 રન બનાવ્યા હતા. મહેમાન ટીમ માટે રાજપક્ષેએ 48 બોલમાં 4 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. રાજપક્ષેની આ પ્રથમ અડધી સદી અને કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ છે.