લાહોરઃ પાકિસ્તાનના બેટ્સમેન ઉમર અકમલે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના મામલામાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન તિલકરત્ને દિલશાનની બરોબરી કરી લીધી છે. અકમલ શ્રીલંકા વિરુદ્ધ સોમવારે રમાયેલી બીજી ટી20 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. અકમલ 84 ટી20 મેચોમાં 10મી વખત શૂન્ય પર આઉટ થયો છે. શ્રીલંકાનો દિલશાન પણ ટી20મા 10 વખત શૂન્ય પર આઉટ થયો છે. હવે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સર્વાધિક 0 બનાવવાના મામલામાં આ બંન્ને બેટ્સમેન સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાન પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમર અકમલ હાલની સિરીઝની પ્રથમ મેચમાં પણ 0 પર આઉટ થયો હતો. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી બંન્ને મેચોમાં ઉમર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. પાકિસ્તાનનો આ બેટ્સમેન ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે અને 3 મેચોની સિરીઝની પ્રથમ બે મેચમાં તે ફ્લોપ સાબિત થયો છે. તેની ટીમ શ્રીલંકા સામે આ ટી20 સિરીઝ પણ ગુમાવી ચુકી છે. 


આ પ્રથમ વખત છે, જ્યારે શ્રીલંકાએ પાકિસ્તાનને ટી20 સિરીઝમાં પરાજય આપ્યો છે. સિરીઝની ત્રીજી મેચ બુધવારે રમાશે. આ મેચમાં જોવાનું રસપ્રદ રહેશે કે 2 ગોલ્ડન ડકનો શિકાર બની ચુકેલા અકમલને ત્રીજી મેચમાં તક મળે છે કે નહીં. 

T20 આંતરરાષ્ટ્રીયઃ સ્ટોઇનિસ બહાર, સ્મિથ, વોર્નરની ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી 

10 વખત 0 પર આઉટ થનારા દિલશાને પોતાના કરિયરમાં 80 ટી20 મેચ રમી છે. આ યાદીમાં ત્રીજુ નામ ઈંગ્લેન્ડના લ્યૂક રાઇટનું છે, જે નવ વખત શૂન્ય પર આઉટ થયો હતો. ભારતનો રોહિત શર્મા પણ છ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શૂન્ય પર આઉટ થયો હતો. તેના નામે અત્યાર સુધી 98 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ નોંધાયેલી છે.