PAK vs BAN Match Report: પાકિસ્તાને બાંગ્લાદેશને સાત વિકેટે પરાજય આપ્યો છે. આ હાર સાથે બાંગ્લાદેશની ટીમ વિશ્વકપમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. જ્યારે પાકિસ્તાને જીત સાથે સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. બાંગ્લાદેશ પર જીત બાદ બાબર આઝમની આગેવાનીવાળી ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાને પોતાની આશા રાખી જીવંત
પાકિસ્તાનને જીત માટે 205 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પાકિસ્તાનની ટીમે 32.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. પાકિસ્તાન માટે ઓપનર અબ્દુલ્લાહ શફીક અને ફખર ઝમાને શાનદાર બેટિંગ કરી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 128 રનની ભાગીદારી કરી હતી. અબ્દુલ્લાહ શફીકે 69 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. જ્યારે ફખર ઝમાને 74 બોલમાં 3 ચોગ્ગા અને 7 સિક્સની મદદથી 81 રન બનાવ્યા હતા.


આ પણ વાંચોઃ શું ભારત અને પાકિસ્તાન હજુ પણ વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં ટકરાશે? જાણો સમીકરણ


બાંગ્લાદેશ માટે એકમાત્ર સફળ બોલર મેહદી હસન મિરાઝ રહ્યો હતો. મેહદી હસન મિરાઝે 9 ઓવરમાં 60 રન આપી ત્રણ બેટરોને આઉટ કર્યાં હતા. આ સિવાય બાંગ્લાદેશના કોઈ બોલરને સફળતા મળી નહીં. 


પાકિસ્તાનની જીત બાદ પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ
આ જીત બાદ પાકિસ્તાનની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનના 7 મેચમાં છ પોઈન્ટ્સ છે, પાકિસ્તાનને ત્રણ મેચમાં જીત મળી છે, જ્યારે તેણે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તો બાંગ્લાદેશની ટીમ ટેબલમાં નવમાં સ્થાને છે. બાંગ્લાદેશના 7 મેચમાં માત્ર 1 પોઈન્ટ્સ છે. શાકિબ અલ હસનની ટીમે સતત છઠ્ઠી મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube