SAvsPAK: ચોથી વનડેમાં પાકિસ્તાનનો 8 વિકેટે વિજય, પ્રથમવાર પિંક ડ્રેસમાં હાર્યું આફ્રિકા
આ જીતની સાથે પાકિસ્તાને પાંચ મેચોની સિરીઝમાં 2-2ની બરોબરી કરી લીધી છે. બંન્ને ટીમો વચ્ચે શ્રેણીની અંતિમ મેચ કેપટાઉનમાં 30 જાન્યુઆરીએ રમાશે.
જોહનિસબર્ગઃ પોતાના બેટ્સમેનો અને બોલરોના સારા પ્રદર્શનની મદદથી પાકિસ્તાને વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. આ જીતની સાથે પાકિસ્તાને પાંચ મેચોની સિરીઝમાં 2-2ની બરોબરી કરી લીધી છે. સાઉથ આફ્રિકા પિંક ડ્રેસમાં પ્રથમવાર કોઈ મેચ હાર્યું છે. શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ કેપટાઉનમાં 30 જાન્યુઆરીએ રમાશે. પાકિસ્તાને ટોસ જીતીને આફ્રિકાને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં યજમાન ટીમ માટે હાશિમ અમલા (59) અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (57)એ સૌથી વધુ રન બનાવ્યા હતા.
અમલા અને ડુ પ્લેલિસની અડધી સદી
હાશિમ અને પ્લેસિસની અડધી સદી છતાં આફ્રિકાની ટીમ 164 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના અન્ય તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યાં હતા. આફ્રિકાને 164 રનમાં સમેટવામાં ઉસ્માન ખાને સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય શાહીન અફરીદી અને શાદાબ ખાનને બે-બે સફળતા મળી હતી. મોહમ્મદ આમીર અને ઇમાદ વસીમે એક-એક વિકેટ ઝડપી હતી.
INDvsNZ: ત્રીજી વનડે લાઇવ અપડેટ્સ
ઉમામ-ઉલ-હકની અડધી સદી
મહેમાન ટીમ તરફથી 165 રનનો લક્ષ્ય હાસિલ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે આસાનીથી જીત મેળવી લીધી હતી. તેણે ઇમામ ઉલ હક (71)ની અડધી સદીની મદદથી લક્ષ્યને બે વિકેટે હાસિલ કર્યો હતો. પાકિસ્તાન માટે ફખર જમાને 44 અને ઝામે 41 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકા માટે ઇમરાન તાહિર અને એંડિલે ફેહલુકવાયોએ એક-એક વિકેટ ઝડપી હતી.