નવી દિલ્હીઃ વિશ્વકપમાં જે ચાર ટીમોની સેમીફાઇનલમાં પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તે છે ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. આ બધા વચ્ચે બાંગ્લાદેશ પણ પોતાની દાવેદારી રજૂ કરી રહ્યાં છે. આ બધા વચ્ચે સંયોગ પણ કંઇક એવા છે અને કિસ્સા કહી રહ્યાં છે. સંયોગ એવા બની રહ્યાં છે, જેથી પાકિસ્તાનની ટીમ વિશ્વ વિજેતા બની શકે છે. આ પહેલા 1992મા પણ પાકિસ્તાનની ટીમ વિશ્વ કપ જીતી ચુકી છે. હવે 2019મા પણ કંઇક આવો સંયોગ બની રહ્યો છે... આવો જાણીએ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા વિરુદ્ધ રદ્દ થઈ મેચ
1992 વિશ્વકપમાં પાકિસ્તાનની એક મેચ રદ્દ થઈ હતી. તેની ત્રીજી મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હતી, જે વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. ત્યારબાદ એકવાર ફરી 2019 વિશ્વકપમાં તેની ત્રીજી મેચ શ્રીલંકા સામે હતી, જે વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. 


વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ મેચ ગુમાવી 
1992ના વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમની સફરની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ થઈ હતી. ત્યારે તેણે પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 2019 વિશ્વકપમાં ફરી પાકિસ્તાનના અભિયાનનો પ્રારંભ વેસ્ટ ઈન્ડિઝ સામે થયો અને તેણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 



અત્યાર સુધીની સફર 1992 જેવી છે
અત્યાર સુધી 1992 અને 2019ના વિશ્વકપમાં સફર એક જેવી રહી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે વિશ્વકપ 2019ની પ્રથમ છ મેચોના પરિણામ એવા જ છે, જેવા 1992ની ટૂર્નામેન્ટના પ્રથમ છ મેચમાં હતા. અત્યાર સુધી રમેલી 6 મેચોમાંથી 2મા જીત મળી છે, જ્યારે ત્રણમાં પરાજયનો સામનો કર્યો છે. તો એક મેચનું પરિણામ આવ્યું નથી. આવી જ સ્થિતિ 1992ની સફરમાં પણ રહી હતી. ત્યાં સુધી કે દરેક મેચના પરિણામ પણ એક જેવા છે. 


છઠ્ઠી મેચમાં સોહેલ બન્યો હતો મેન ઓફ ધ મેચ
1992ના વિશ્વકપમાં પાકિસ્તાને છઠ્ઠી મેચ 48 રનથી જીતી હતી, જ્યારે 2019મા તેને 49 રનથી જીત મળી હતી. 1992મા આમિર સોહેલ મેન ઓફ ધ મેચ થયો હતો, જ્યારે આ વખતે છઠ્ઠી મેચમાં હારિશ સોહેલને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.