નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ બુધવારે બીસીસીઆઈ સચિવ જય શાહની તે ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરી, જેમાં તેણે તટસ્થ સ્થાન પર એશિયા કપ 2023નું આયોજન કરવાનું કહ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે તેનાથી એશિયન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાયોના સંબંધ પર પણ અસર પડશે અને આવનારા સમયમાં આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2023 માટે પાકિસ્તાનની ભારત યાત્રા અને 2024-2031ના ચક્રમાં ભારતમાં ભવિષ્યના આઈસીસી આયોજનોને પ્રભાવિત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં પણ એશિયા કપનું આયોજન તટસ્થ સ્થળ પર થઈ ચુક્યું છે. યજમાન શ્રીલંકાએ આર્થિક સંકટ વચ્ચે એશિયા કપ 2022ની યજમાની કરવાની ના પાડી હતી. ત્યારબાદ તેનું આયોજન સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) માં કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાનની ટીમો બંને દેશોના રાજકીય તણાવને કારણે માત્ર એશિયા કપ અને વૈશ્વિક આયોજનોમાં એકબીજા વિરુદ્ધ રમે છે. ભારતે મુંબઈમાં આતંકી બુમલા બાદ 2008ના એશિયા કપ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. પાકિસ્તાને 2012માં ભારતનો પ્રવાસ કર્યો હતો. આ બંને દેશો વચ્ચે છેલ્લા 10 વર્ષમાં કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી. 


આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા પોતાના ઘરમાં જ ચેમ્પિયન નહીં બની શકે, આ આંકડા આપી રહ્યા છે જુબાની!


આ બંને ટીમો પાછલા મહિને એશિયા કપમાં બે વખત આમને-સામને આવી હતી. હવે ટી20 વિશ્વકપ 2022માં બંને ટીમો વચ્ચે 23 ઓક્ટોબરે મેલબોર્નનમાં રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલા માટે ગુસ્સે છે કારણ કે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ ચુકી છે તથા ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાકનો પ્રવાસ કરી ચુકી છે. પીસીબી અધ્યક્ષ રમીઝ રાજાના નજીકના સૂત્રએ સંકેત આપ્યો કે શાહના નિવેદન બાદ પાકિસ્તાન ભારતમાં યોજાનાર વિશ્વકપમાંથી હટવા પર વિચાર કરી રહ્યું છે. 


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું- પીસીબીએ એસીસી અધ્યક્ષ જય શાહ દ્વારા આગામી વર્ષે એશિયા કપને તટસ્થ સ્થળ પર સ્થાણાંતરિત કરવાના સંબંધમાં કાલની ટિપ્પણી પર આશ્ચર્ય અને નિરાશા જાહેર કરી છે. આ ટિપ્પણી કોઈ ચર્ચા કે વિચાર વગર કરવામાં આવી હતી. બોર્ડ ઓફ એશિયન ક્રિકેટ કાઉન્સિલ અથવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઇવેન્ટ હોસ્ટ) સાથે અને તેમના લાંબા ગાળાના પરિણામો અને અસરો અંગે કોઈ વિચારણા કર્યા વિના.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube