ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પોતાના ક્રિકેટરો પાસે નવા કોન્ટ્રાક્ટ પર સહી કરાવવામાં પરસેવો છૂટી ગયો છે. પાકિસ્તાની ખેલાડીઓનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 30 જૂને સમાપ્ત થઈ ગયો છે, પરંતુ ખેલાડી બોર્ડ પર તેની માંગ સ્વીકાર કરવાનો દબાવ બનાવી રહ્યાં છે, જેનાથી ખેલાડીઓને વધુ પૈસા મળી શકે. હકીકતમાં પાકિસ્તાની ખેલાડી લાઇસેન્સ્ડ ડિજિટલ રાઇડ્સનાવેચાણમાં મોટી ભાગીદારીની માંગ કરી રહ્યાં છે, જેના પર બોર્ડ સહમત થઈ રહ્યું નથી અને આ મતભેદને કારણે ખેલાડી નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર સહી કરી રહ્યાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીસીબી સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું- પાકિસ્તાની ખેલાડીઓએ કહ્યું કે અન્ય બોર્ડ પ્લેયર્સના ડિજિટલ રાઇડ્સ/NFT ના વેચાણમાં સામેલ નથી અને જો છે તો પછી અહીંથી આવનાર વેરેન્યૂના શેયરિંગનો પ્રોપર એગ્રીમેન્ટ થાય.


આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલીના 15 રેકોર્ડ, જેને તોડવા કોઈ એક પણ ખેલાડી માટે અશક્ય


ખેલાડીઓનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 30 જૂને સમાપ્ત થઈ ગયો, પરંતુ પીસીબી અત્યાર સુધી તેના નવા કરાર પર સહી કરવા માટે મનાવી શક્યું નથી. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન હોવા છતાં પાકિસ્તાની ખેલાડી આગામી સિરીઝમાં રમવા માટે તૈયાર છે. બાબર આઝમની આગેવાનીવાળી પાકિસ્તાની ટીમ 22 ઓગસ્ટથી શરૂ થનારી ત્રણ મેચની વનડે સિરીઝમાં અફઘાનિસ્તાન સામે રમવા તૈયાર છે. 


સૂત્રોએ જણાવ્યું- ખેલાડીઓને પોતાના પક્ષમાં લાવવા માટે બોર્ડે કોન્ટ્રાક્ટ મની લગભગ ડબલ કરી દીધી છે અને મેચ ફી પણ વધારવામાં આવી છે. પરંતુ ખેલાડીઓ ડિજિટલ રાઇડ્સની કમાણીથી મોટો નફો હાસિલ કરવા ઈચ્છે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube