પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ પર આજીવન પ્રતિબંધનો ખતરો
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી નજરઅંદાજ કરવામાં આવેલા વિકેટકિપર બેટ્સમેન ઉમર અકમલ પર આજીવન પ્રતિબંધનો ખતરો મંડરાઇ રહ્યો છે. ઉમર અત્યારે પોતાની રમતથી વધુ વિવાદોના લીધે ચર્ચામાં રહે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબે)ની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાએ ઉમર અકમલને બે અલગ ઉલ્લંઘન માટે આરોપિત કર્યો છે.
લાહોર: પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી નજરઅંદાજ કરવામાં આવેલા વિકેટકિપર બેટ્સમેન ઉમર અકમલ પર આજીવન પ્રતિબંધનો ખતરો મંડરાઇ રહ્યો છે. ઉમર અત્યારે પોતાની રમતથી વધુ વિવાદોના લીધે ચર્ચામાં રહે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબે)ની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાએ ઉમર અકમલને બે અલગ ઉલ્લંઘન માટે આરોપિત કર્યો છે.
ઉમરને 20 ફેબ્રુઆરીના રોજ અસ્થાયી રૂપથી સસ્પેંડ કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં તેમની ફ્રેંચાઇઝી ક્વેટા ગ્લૈડિએટર્સ દ્વારા રમવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
તેમને પીએસીબીના સતર્કતા અને સુરક્ષા વિભાગને ભ્રષ્ટ રજૂઆતનો ખુલાસો કરવામાં અસફળ રહેવા માટે આરોપીત કર્યા છે. ચાર્જશીટ 17 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યું અને તેમને જવાબ આપવા માટે 31 માર્ચ સુધીનો સમય આપ્યો છે. આ પીસીબીની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા 2.4.4ના અંતગર્ત ઉલ્લંઘન કર્યું હતું. ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના કરાર 6.2 અનુસાર 2.4.4ના અંતર્ગત દોષી જાહેર થતાં ઓછામાં ઓછા છ મહિના અને અને વધુમાં વધુ આજીવન સજાની જોગવાઇ છે.
29 વર્ષીય ઉમરે પાકિસ્તાન દ્વારા 16 ટેસ્ટ, 121 વનડે અને ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ છે. ઉમર અકમલે પોતાના અંતિમ ટી20 ઇન્ટરનેશનલ મેચ શ્રીલંકા વિરૂધ લાહોરમાં ઓક્ટોબર 2019માં રમ્યો હતો. આ તેમની અંતિમ ઇન્ટરનેશનલ મેચ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube