ગાલેઃ શ્રીલંકાએ જ્યારે પાકિસ્તાનની સામે ગાલે ટેસ્ટની ચોથી ઈનિંગમાં 342 રનનો લક્ષ્ય રાખ્યો તો તેની જીત પાક્કી માનવામાં આવી રહી હતી. આ મેદાન પર હજુ ટેસ્ટમાં 270+ સ્કોર ચેઝ થયો નથી, પરંતુ શ્રીલંકા અને જીત વચ્ચે આવી ગયો 22 વર્ષનો અબ્દુલ્લા શફીક. પોતાની છઠ્ઠી ટેસ્ટ મેચ રમી રહેલા ઓપનિંગ બેટર શફીકે ક્રીઝ પર ખીલો ખોડી દીધો અને પાકિસ્તાનને 4 વિકેટે જીત અપાવી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટ કરિયરની સૌથી મોટી ઈનિંગ રમી
અબ્દુલ્લા શફીક 160 રન બનાવી અણનમ રહ્યો. આ તેના ટેસ્ટ કરિયરની સૌથી મોટી ઈનિંગ છે. તેણે પાછલા વર્ષે બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી. પાકિસ્તાનને મેચના પાંચમાં દિવસે 120 રનની જરૂર હતી. તો શ્રીલંકાને સાત વિકેટની જરૂર હતી. શ્રીલંકાને ત્રણ વિકેટ મળી અને પાકિસ્તાને લક્ષ્ય હાસિલ કરી લીધો. શફીકે પોતાની ઈનિંગમાં માત્ર સાત ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. કેપ્ટન બાબર આઝમે 55 અને મોહમ્મદ રિઝવાને 40 રન બનાવ્યા હતા. શ્રીલંકાના ખેલાડીઓએ બે કેચ પણ છોડ્યા, જે તેને મોંઘા પડ્યા હતા. 


આ પણ વાંચોઃ Commonwealth Games સાથે જોડાયેલી આ રોચક વાતો જાણવા જેવી છે, જાણો ખેલમહાકુંભની ઝાંખી વિશે


મેચની સ્થિતિ
પ્રથમ ઈનિંગમાં દિનેશ ચાંદીમલે 76 રનની મદદથી પાકિસ્તાને 222 રન બનાવ્યા હતા. પાકિસ્તાને એક સમયે 112 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બાબર આઝમે સદી ફટકારી ટીમને 218 રન સુધી પહોંચાડી હતી. બીજી ઈનિંગમાં શ્રીલંકાએ સારી બેટિંગ કરી હતી. ચાંદીમલે 94 અને કુસલ મેન્ડિસે 76 રન બનાવી ટીમને 337ના સ્કોર સુધી પહોંચાડી હતી. શ્રીલંકા માટે બીજી ટેસ્ટ રમી રહેલા સ્પીનર પ્રભાત જયસૂર્યાએ એકવાર ફરી શાનદાર બોલિંગ કરી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 5 અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. તેની બે ટેસ્ટ મેચમાં 21 વિકેટ છે. 


પાકિસ્તાનનો બીજો સૌથી મોટો રનચેઝ
આ પાકિસ્તાનનો ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પાકિસ્તાનનો બીજો સૌથી મોટો રનચેઝ છે. આ પહેલા તેણે શ્રીલંકા વિરુદ્ધ પલ્લેકેલેમાં 2017માં 377 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. પાકિસ્તાને ચોથી વખત 300+ નો લક્ષ્ય હાસિલ કર્યો છે, તેમાં ત્રણ વાર શ્રીલંકા વિપક્ષી ટીમ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube