નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમાયેલી વિશ્વ કપ સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ છે. ટીમ ઈન્ડિયા 240 રનનો લક્ષ્ય હાસિલ ન કરી શકી અને આ હારની સાથે 130 કરોડ ભારતીયોનું વિશ્વ કપ જીતવાનું સપનું રોળાઇ ગયું છે. ટીમની આ હારથી દેશભરમાં ગમનો માહોલ છે પરંતુ પાડોસી દેશ પાકિસ્તાન ખુશ થઈ રહ્યો છે. ઇમરાન ખાનની સરકારમાં મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ટીમ ઈન્ડિયાની હાર બાદ ખુશીનું ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું કે, પાકિસ્તાનીઓની નવી મહોબ્બત ન્યૂઝીલેન્ડ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે પાકિસ્તાન એવી કોઈ તક છોડતી નથી જ્યાં પર હિન્દુસ્તાન વિરુદ્ધ કંઇ કહેવાનું હોય. વિશ્વ કપ 2019મા પણ પાકિસ્તાન સતત ટીમ ઈન્ડિયા વિરુદ્ધ બોલવાની એકપણ તક ગુમાવી નથી. પહેલા પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાએ હરાવ્યું, પરંતુ જ્યારે વાત સેમિફાઇનલની આવી તો પાકિસ્તાનની ટીમ ઈન્ડિયા પર જ નિર્ભર રહી હતી. ભારત ઈંગ્લેન્ડ વિરુદ્ધ હારી ગયું અને પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. હવે તેનો ગુસ્સો પાકિસ્તાન કાઢી રહ્યું છે. 


ના માત્ર પાકિસ્તાનના મંત્રી પરંતુ પાકિસ્તાનના ફેન્સ પણ ટ્વીટર પર ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરી રહ્યાં છે. કેટલાક લોકોએ ટ્વીટર પર લખ્યું કે, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનનો બદલો લઈ લીધો છે. ટીમ ઈન્ડિયાને કારણે પાકિસ્તાન વિશ્વકપમાંથી બહાર થયું હતું અને હવે ભારતનું સપનું પણ તૂટી ગયું હતું. 

World Cup 2019: નિરાશ કોહલી બોલ્યો, 'હારનો સ્વીકાર કરવો મુશ્કેલ થઈ રહ્યો છે પરંતુ......'

મહત્વનું છે કે, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે 74 અને કેન વિલિયમસને 67 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 1 મેડન સાથે 43 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાહ, જાડેજા, ચહલ અને પંડ્યાને એક-એક સફળતા મળી હતી.