નવી દિલ્હીઃ અત્યાર સુધી વિશ્વ કપ-2019 પાકિસ્તાન માટે 1992ના વિશ્વકપની જેમ જઈ રહ્યો હતો જેમાં પાકિસ્તાન વિજેતા બન્યું હતું. વિશ્વ કપ 2019મા પાકિસ્તાને રમેલી અત્યાર સુધીની 8 મેચોનું પરિણામ તેવું છે, જેમ ઇમરાનની આગેવાનીમાં પાકિસ્તાની ટીમનું વર્ષ 1992ના વિશ્વકપમાં હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1992ના વિશ્વ કપના સમીકરણ અને સંયોગને લઈને પાકિસ્તાન શ્વાસ ભરી રહ્યું હતું કે તે આ વખતે વિશ્વકપ જીતી જશે પરંતુ બુધવારની રાત પાકિસ્તાન માટે દુખદ રહી કારણ કે પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાનની પાસે સેમિફાઇનલમાં પહોંચવાની તક તો છે પરંતુ પાકિસ્તાન શું કોઈપણ ટીમ માટે તે પ્રકારની રમત રમવી અશક્ય છે. 


1992ના વિશ્વકપનો સંયોગ
ઇમરાન ખાનની આગેવાનીમાં પાકિસ્તાને રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાયેલો વિશ્વકપ જીત્યો હતો. પાકિસ્તાનના 27 વર્ષ પહેલા વિશ્વકપ 1992ના પરિણામ જેવા હતા તેવા પરિણામ આ વખતે પણ હતા પરંતુ 1992મા છેલ્લીવાર સેમિફાઇનલમાં રમનારી ઈંગ્લેન્ડની ટીમે તેને ધ્વસ્ત કરી પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની આશાને ચકનાચૂર કરી દીધી છે. 


ચોંકાવનારી વાત છે કે વર્ષ 1992મા વિશ્વકપ સેમિફાઇનલમાં રમનારી ઈંગ્લેન્ડે પાકિસ્તાનના તમામ સમીકરણ બગાડી દીધા છે. તેવામાં બાંગ્લાદેશ વિરુદ્ધ શુક્રવારે રમાનારી મેચ માટે પાકિસ્તાનના હાથમાં કંઇ નથી. હવે વિશ્વ કપ 2019મા પાકિસ્તાન સંયોગના હિસાબે આગળ જશે નહીં 1992મા બાંગ્લાદેશની ટીમ નહતી, જેના સંયોગ બન્યા કે આમ પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચશે. 


વિશ્વ કપ 1992ની પ્રથમ સાત મેચમાં પાકિસ્તાનની સ્થિતિ- હાર, જીત, રદ્દ, હાર, હાર, જીત, જીત, જીત


વિશ્વ કપ 2019ની પહેલા 7 મેચમાં પાકિસ્તાનની સ્થિતિ- હાર, જીત, રદ્દ, હાર, હાર, જીત, જીત, જીત