Cricket: પાકિસ્તાન કોચિંગ સ્ટાફની હકાલપટ્ટી, આર્થર, ફ્લાવર, મહમૂદને હટાવાયા
પાકિસ્તાન આઈસીસી વિશ્વ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. તેણે ટૂર્નામેન્ટમાં પાંચ મેચ જીતી હતી.
લાહોરઃ આઈસીસી વિશ્વ કપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ બુધવારે ટીમના મુખ્ય કોચ મિકી આર્થર અને તેના સપોર્ટ સ્ટાફનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વિશ્વ કપમાં ગ્રુપ સ્તરમાંથી બહાર થઈ ગયું હતું. તેના અને ન્યૂઝીલેન્ડના 11-11 પોઈ્ટ હતા, પરંતુ સારી નેટ રનરેટના આધાર પર ન્યૂઝીલેન્ડની ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.
પીસીબીએ બુધવારે જાહેરાત કરી કે તેણે મિકી આર્થર સહિત બોલિંગ કોચ અઝહર મહમૂદ, બેટિંગ કોચ ગ્રાન્ડ ફ્લાવર અને ટ્રેનર ગ્રાંટ લૂડેનનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બે ઓગસ્ટે લાહોરમાં પીસીબી ક્રિકેટ સતિતિ દ્વારા આયોજીત સમીક્ષા બેઠકમાં કરવામાં આવેલી ભલામણો બાદ લેવામાં આવ્યો છે. મિકી આર્થરે પીસીબીના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે.
પીસીબી ચેરમેન અહસાન મનીએ કહ્યું, 'હું પીસીબી તરફથી રાષ્ટ્રીય પુરૂષ ટીમની સાથે પોતાના કાર્યકાળ દરમિયાન મહેનત કરનાર મિકી આર્થર, ગ્રાન્ટ ફ્લાવર, ગ્રાન્ટ લૂડેન અને અઝહર મહમૂદનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. અમે કામના કરીએ કે તેને ભવિષ્યમાં સફળતા મળે.' આર્થરને મે 2016મા પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. તેમણે ત્રીજીવાર કોઈ આંતરરાષ્ટ્રીય ટીમની કમાન સંભાળી હતી.
તેમના માર્ગદર્શનમાં પાકિસ્તાન નંબર-1 ટી20 ટીમ બની. આ દરમિયાન પાકિસ્તાને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. પીસીબી ચારેય ખાલી પદો માટે અરજી મંગાવશે.