નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને શુભેચ્છા આપી છે. મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચતા 4 મેચોની ટેસ્ટ સિરીઝ પર 2-1થી કબજો કર્યો હતો. 71 વર્ષોમાં પ્રથમવાર ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યું અને ટેસ્ટ સિરીઝ કબજે કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાને કહ્યું કે, ઉપમહાદ્વીપની ટીમ દ્વારા પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા પર વિરાટ કોહલી અને ભારતીય ટીમને શુભેચ્છાઓ. 


જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા વનડે અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાંથી અપાયો આરામ 


મહત્વનું છે કે સિડનીમાં રમાયેલી ચોથી ટેસ્ટ વરસાદને ભેટ ચડી ગઈ, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતીને સંતોષ કરવો પડ્યો હતો. ભારતે પ્રથમ ઈનિંગમાં 622 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 300 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. પરંતુ વરસાદને ભારતની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.