શારજાહઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 સીરીઝ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટી-20 ટીમમાં સીનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને સ્થાન મળ્યું નથી. જ્યારે વકાસ મકસૂદ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકસૂદ ગત મહિને ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ રમનારી પાકિસ્તાન એ ટીમનો સભ્ય હતો. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેને સીનિયર ટીમમાં સ્થાન મળ્યું પરંતુ અંતિમ ઈલેવનમાં રમવાની તક ન મળી હતી. 


આમિર છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. જેથી તેને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી દરમિયાન ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. 


ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની ટીમ ત્રણ ટી-20 મેચ રમશે. શ્રેણીનો પ્રથમ મેચ 31 ઓક્ટોબરે અબુધાબીમાં રમશે. તો બીજી મેચ બે નવેમ્બર જ્યારે ત્રીજો મેચ 4 નવેમ્બરે રમાશે. 


પાકિસ્તાન ટીમઃ સરફરાઝ અહમદ (કેપ્ટન), ફખર જમાન, મોહમ્મદ હાફીઝ, સાહિબજાદા ફરહાન, બાબર આઝમ, શોએબ મલિક, આસિફ અલી, હુસૈન તલત, શાદાબ ખાન, શાહીન શાહ અફરીદી, ઉસ્માન ખાન શાનવારી, હસન અલી, ઇમાદ વસીમ, વકાસ મકસૂદ, ફહીમ અશરફ.