નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પાકિસ્તાને ટી20 અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદને તક આપવામાં આવી નથી. સરફરાઝની જગ્યાએ મોહમ્મદ રિઝવાનને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અને કોચ મિસ્બાહ ઉલ હકે સોમવારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ટી20 અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. ટેસ્ટ અને ટી20 ટીમના કેપ્ટન પદેથી હટાવ્યા બાદ સરફરાઝને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. મિસ્બાહ સરફરાઝના શ્રીલંકા વિરુદ્ધ કરવામાં આવેલા પ્રદર્શનથી ખુબ નારાજ હતો. શ્રીલંકાએ પાકિસ્તાનમાં રમતા ટી20 સિરીઝમાં 3-0થી જીત મેળવી હતી. 


મોહમ્મદ હફીઝ અને શોએબ મલિને પહેલા જ ટી20 ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે. હવે સરફરાઝને પણ ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. 

રાંચી ટેસ્ટઃ ભારત જીતથી 2 વિકેટ દૂર, બીજી ઈનિંગમાં આફ્રિકા 132/8


પાકિસ્તાનની ટી20 ટીમ
બાબર આઝમ (કેપ્ટન), આસિફ અલી, ફખર જમાન, હારિસ સોહેલ, ઇફ્તિખાર અહમદ, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક, ખુશદિલ શાહ, મોહમ્મદ આમિર, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ ઇરફાન, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મુસા ખાન, વહાબ રિયાઝ, શાદાબ ખાન, ઉસ્માન કાદિર. 


પાકિસ્તાનની ટેસ્ટ ટીમ
અઝહર અલી (કેપ્ટન), આબિદ અલી, અસદ શફીક, બાબર આઝમ, હારિસ સોહેલ, ઇમામ ઉલ હક, ઇરફાન ખાન સીનિયર, ઇફ્તિખાર અહમદ, કાશિદ ભાટી, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ રિઝવાન, નુસા ખાન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાહ મસૂદ, યાસિર શાહ.