નવી દિલ્હી: ICC ટી20 વર્લ્ડ કપ 2021 ટુર્નામેન્ટમાંથી બહાર થવાની સાથે જ પાકિસ્તાન ક્રિકેટ ટીમની સોશિયલ મીડિયામાં મજાક ઉડી રહી છે. ઓસ્ટ્રેલિયાએ બાબર આઝમની સેનાને સેમીફાઈનલમાં 5 વિકેટથી હરાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના મનસૂબા પર પાણી ફરી વળ્યું
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા. મોહમ્મદ રિઝવાને 67, ફખર ઝમાને 55 અને બાબર આઝમે 39 રનનું યોગદાન આપ્યું. આટલી શાનદાર બેટિંગ છતાં પાકિસ્તાનની ટીમે હારનો સામનો કરવો પડ્યો. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મેશેલ સ્ટાર્કે 2, પેટ કમિન્સ અને એડમ ઝમ્પાએ 1-1 વિકેટ લીધી. 


જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 177 રનનો ટાર્ગેટ 5 વિકેટ ગુમાવીને મેળવી લીધો. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન આ મેચ સરળતાથી જીતી જશે પરંતુ માર્ક્સ સ્ટોઈનિસ અને મેથ્યુ વેડના ઈરાદા કઈક અલગ જ હતા. આ બંનેએ ભેગા મળીને ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી રોમાંચક જીત અપાવી. 


Virat Kohli અને Babar Azam માં કોણ છે સૌથી સારો કેપ્ટન? આ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મહત્વનું નિવેદન


ટ્વિટર પર ઉડી પાકિસ્તાનની ટીમની મજાક
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021ની ફાઈનલમાં હવે ઓસ્ટ્રેલિયાનો મુસાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. પાકિસ્તાનની આ સજ્જડ હારથી  ભારતીય ક્રિકેટ ફેન્સમાં ખુશીનો માહોલ છે. તેઓ સોશિયલ મીડિયા પર મજેદાર અંદાજમાં મીમ્સ શેર કરી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube