શારજાહઃ કેપ્ટન એરોન ફિન્ચ (116)ની દમદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે રાત્રે અહીં પાંચ મેચોની વનડે સિરીઝના પ્રથમ મેચમાં પાકિસ્તાનને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ટીમે હૈરિસ સોહેલના અણનમ 101 રનની મદદથી નિર્ધારિત 50 ઓવરોમાં 5 વિકેટના નુકસાન પર 280 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ફિંચની સદીની મદદથી 49 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જીત સાથે કાંગારૂ ટીમે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ફિન્ચને શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે 135 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી શાન મસૂદ અને મોહમ્મદ અબ્બાસે પોતાની પ્રથમ વનડે મેચ રમી હતી. યજમાન ટીમની શરૂઆત ખરાબ રહી અને 35ના કુલ યોગ પર ઓપનિંગ બેટ્સમેન ઇમામ ઉલ હક (17 રન)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. 


IPL 2019: આઈપીએલની 12મી સિઝનની 5 ખાસ વાતો 

78 રનના કુલ સ્કોર પર શાન મસૂદ (40) પણ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ત્રીજી વિકેટ માટે હૈરિસ સોહેવ (અણનમ 101) અને ઉમર અકમલ (48) વચ્ચે 98 રનની ભાગીદારી થઈ હતી. કેપ્ટન શોએબ મલિક 11 રન બનાવી શક્યો હતો, પરંતુ નિચલા ક્રમમાં ફહીમ અશરફ (28)  અને ઇમામ વસીમ (28 રન અણનમ)ની ઉપયોગની મદદથી પોતાની ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન કુલ્ટર નાઇલે બે વિકેટ ઝડપી હતી. 


IPL 2019: મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો બીજો ઝટકો, મિલ્ને થયો બહાર 


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી અને પ્રથમ વિકેટ માટે ઉસ્માન ખ્વાજા (24) અને ફિન્ચ વચ્ચે 64 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ બીજી વિકેટ માટે ફિન્ચ અને શોન માર્શ (91 અણનમ) 172 રન જોડ્યા હતા. ફિન્ચ આઉટ થયા બાદ પીટર હૈંડ્સકોમ્બે અણનમ 30 રન બનાવીને પોતાની ટીમની જીત પાક્કી કરી હતી. પાકિસ્તાન તરફથી અબ્બાસ અને અશરફને એક-એક સફળતા મળી હતી.