બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાનમાં હાલ ધમાલ મચાવી છે. ક્રિકેટ દિગ્ગજો પણ મોઢામાં આંગળા નાખી ગયા છે. 2 ટેસ્ટ મેચની સરિઝમાં તેનું પલડું સતત ભારે રહ્યું છે. રાવલપિંડીમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મેળવી અને બીજી મેચમાં પણ પોતાની પકડ મજબૂત કરી છે. સિરિઝમાં 1-0ની અજેય લીડ મેળવી ચૂકેલી બાંગ્લાદેશી  ટીમે બીજી ટેસ્ટમાં ગજબની વાપસી કરી પાકિસ્તાનને ચોંકવી દીધુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26 રનમાં પડી હતી 6 વિકેટ
બાંગ્લાદેશે પહેલા ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને પહેલી ઈનિંગમાં 274 રન કર્યા. ત્યારબાદ જ્યારે બાંગ્લાદેશની ટીમ પહેલી ઈનિંગ માટે બેટિંગ કરવા ઉતરી તો તેના પ્રદર્શને બધાને સ્તબ્ધ કર્યા કારણ કે 26 રનમાં જ 6 વિકેટ પડી ગઈ હતી. મહેમાન ટીમની આ હાલત જોતા એવું લાગ્યું કે તે મોટા માર્જિનથી મેચ હારશે અને પાકિસ્તાન સિરીઝ બરાબર કરશે પરંતુ બાંગ્લાદેશે જબરદસ્ત વાપસી કરી. 


ભલભલા દિગ્ગજો ફેલ
બાંગ્લાદેશની ટીમના અનુભવી બેટર્સ મુશફિકુર રહીમ 3, શાકિબ અલ હસન 2, ઝાકિર હસન 1, કેપ્ટન નજમુલ હુસૈન 4, મોમિનુલ હક 1, અને શાદમાન ઈસ્લામ 10 રન કરીને આઉટ થઈ ગઆ. ત્યારે લિટ્ટન દાસ અને મહેંદી હસન મિરાજે ઈનિંગ સંભાળી.  બાંગ્લાદેશની ટીમમાં સામેલ એક માત્ર હિન્દુ ખેલાડી લિટ્ટન દાસે પાકિસ્તાની બોલરોના હાલ હવાલ કરી નાખ્યા અને ચારેબાજુ જબરદસ્ત શોટ ફટકાર્યા. 


શ્રીકૃષ્ણના ભક્ત
લિટ્ટન દાસ પોતાને ભગવાન કૃષ્ણના ભક્ત માને છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાયોમાં પણ લખ્યું છે. તેમણએ મહેંદી હસન સાથે મળીને સાતમી વિકેટની ભાગીદારીમાં 165 રન જોડ્યા. લિટ્ટને 228 બોલમાં 138 રન કર્યા. આ બેટરે પોતાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. બીજી બાજુ મહેંદી હસને 124 બોલનો સામનો કર્યો અને 78 રન કર્યા. બાંગ્લાદેશે પોતાની બીજી ઈનિંગમાં 262 રન કર્યા અને પાકિસ્તાનને પહેલી ઇનિંગમાં ફક્ત 12 રનની સામાન્ય લીડ મળી શકી. 


લિટ્ટને રચ્યો ઈતિહાસ
લિટ્ટને સદી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી નાખ્યો. 147 વર્ષના ઈતિહાસમાં એવો રેકોર્ડ બનાવ્યો કે હજુ સુધી બન્યો નહતો. લિટ્ટન ટેસ્ટ ઈતિહાસમાં પહેલો એવો બેટ્સમેન બન્યો છે જેણે એવા સમયે કે જ્યારે ટીમનો સ્કોર 50 કે તેનાથી ઓછો હોય ત્યારે 5માં કે તેનાથી નીચેના નંબરે આવીને 3 વાર સદી ફટકારી. અત્યાર સુધી ટેસ્ટ ઈતિહાસમાં આવું કોઈ કરી શક્યું નથી. લિટ્ટને સતત ત્રીજીવાર બાંગ્લાદેશને સંકટમાંથી બહાર કાઢ્યું છે. આ અગાઉ 2021માં પાકિસ્તાન વિરુદ્ધ ચટગાંવ અને 2022માં શ્રીલંકા વિરુદ્ધ મીરપુરમાં આવું કર્યું હતું. પાકિસ્તાન વિરુદ્ધ જ્યારે તેણે સદી ફટકારી હતી ત્યારે ટીમનો સ્કોર 4 વિકેટ પર 49 રન હતો. ત્યારબાદ શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશના 5 બેટ્સમેન 24 રનની અંદર જ પેવેલિયન ભેગા થયા હતા ત્યારે લિટ્ટને સદી ફટકારીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. 


પાકિસ્તાનની ખરાબ શરૂઆત
પાકિસ્તાનની ટીમની બીજી ઈનિંગમાં પણ સારી શરૂઆત રહી નહી. તેણે દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 2 વિકેટના ભોગે 9 રન કર્યા હતા. પાકિસ્તાન હાલ 21 રનની લીડ ધરાવે છે. અબ્દુલ્લા શફીક 3 રન બનાવીને આઉટ થયો જ્યારે ખુર્રમ શહજાદ તો ખાતું પણ ખોલી શક્યો નહીં. બંનેને હસન મહેમૂદે આઉટ કર્યા. સૈમ અય્યુબ 6 રન સાથે અણનમ છે.