Pakistan vs Sri Lanka 2nd ODI: આખરે વર્ષો બાદ પાકની ધરતી પર શરૂ થઈ વનડે મેચ
વર્ષ 2009મા શ્રીલંકાની ટીમ બસ પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ધરતી પર માત્ર એક આંતરરાષ્ટ્રીય સિરીઝ રમાઇ હતી, જ્યારે વર્ષ 2015મા ઝિમ્બાબ્વેની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી.
નવી દિલ્હીઃ Pakistan vs Sri Lanka 2nd ODI: 10 વર્ષ બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પોતાના ઘરઆંગણે વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમવા ઉતરી છે. કચારીના રાષ્ટ્રીય સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ ત્રણ મેચોની વનડે સિરીઝનો બીજો મુકાબલો રમી રહી છે. પ્રથમ મેચ વરસાદને કારણે ટોસ કર્યા વિના રદ્દ થયો હતો.
વર્ષ 2009મા શ્રીલંકાની ટીમ બસ પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ધરતી પર માત્ર એક આંતરરાષ્ટ્રીય સિરીઝ રમાઇ હતી, જ્યારે વર્ષ 2015મા ઝિમ્બાબ્વેની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. તેવામાં કહી શકીએ કે દસ વર્ષ કરતા વધુ સમય બાદ પાકિસ્તાનની ધરતી પર શ્રીલંકા અને પાકિસ્તાન વનડે આંતરરાષ્ટ્રીય મેચનો ટોસ ઉછળ્યો એટલે કે બંન્ને વચ્ચે વનડે મુકાબલામાં ટોસ થયો છે.
પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે આ મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચોંકાવનારી વાત છે કે કેપ્ટન સરફરાઝ અહમદ પ્રથમવાર પોતાની ધરતી પર આગેવાની કરી રહ્યો છે. આ સિવાય 10 ખેલાડી પ્રથમવાર પોતાને ત્યાં કોઈ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યાં છે.
વર્લ્ડ એથલેટિક્સઃ ફ્રેઝર 100 મીટરમાં 4 ગોલ્ડ જીતનારી પ્રથમ રનર, બોલ્ડ સહિત 3ને પાછળ છોડ્યા
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન
ફખર જમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, હેરિસ સોહેલ, ઇફ્તિકાર અહમદ, સફરાઝ અહમદ, ઇમાદ વસીમ, વહાબ રિયાઝ, શાદાબ ખાન, મોહમ્મદ આમિર અને ઉસ્માન શિનવારી.
અવિષ્કા ફર્નાન્ડો, ઓશડા ફર્નાન્ડો, લાહિરૂ થિરિમાને (કેપ્ટન), સદીરા સમારાવિક્રમા, દનુષ્કા ગુનાથિલકા, શેહાન જયસૂર્યા, દસુન શનાકા, ઇસુરૂ ઉડાના, વાહિન્દુ હસરંગા, નુવાન પ્રદીપ અને લાહિરુ કુમારા.