World cup 2019 SAvsPAK: આજે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર
વિશ્વકપ-2019ની 30મી મેચમાં આજે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા આજે આમને-સામને છે.
લંડનઃ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સેમીફાઇનલની દોડમાંથી લગભગ બહાર થી ગયા છે અને હવે આજે લોર્ડસ પર રમાનારી વિશ્વ કપ મેચમાં બંન્નેની નજર સાંતવ્ના ભરી જીત મેળવવા પર હશે.
દક્ષિણ આફ્રિકાએ છ મેચોમાં માત્ર 3 પોઈન્ટ મેળવ્યા છે અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે પાકિસ્તાન હજુ સેમીફાઇનલમાં પ્રવેશ વકીર શકે છે પરંતુ તેણે પોતાની બાકીની ચારેય મેચમાં જીત મેળવવી પડશે આ ઉપરાંત અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાં શરૂઆતી મેચમાં પરાજય આપ્યો ઘણાએ તેની તુલના 1992મા શરૂઆતની જેમ કરી, જેમાં તેણે ટાઇટલ કબજે કર્યું હતું. ત્યારબાદ 16 જૂને ભારત સામે થયેલા પરાજય બાદ સમર્થકોની આશાઓ તૂટી ગઈ હતી. પાકિસ્તાન અને આફ્રિકા બંન્ને એક ટીમના રૂપમાં સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં છે.
ભારત વિરુદ્ધ મેચમાં બોલિંગમાં મોહમ્મદ આમિર એકમાત્ર ખેલાડી હતો, જેણે સારૂ પ્રદર્શન કર્યું અને ટીમની બેટિંગ તથા ફીલ્ડિંગે નિરાશ કર્યાં હતા. સીનિયર ખેલાડી શોએબ મલિકને અંતિમ ટૂર્નામેન્ટમાં એક અન્ય મેચ મળવાની આશા નથી.
આફ્રિકાએ પોતાના નિરાશાજનક અભિયાનમાં ભૂલમાંથી કંઇક શીખ મેળવી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં તેણે સારૂ પ્રદર્શન કર્યું, પરંતુ અંતમાં મેચ ગુમાવી હતી.
લેગ સ્પિનર ઇમરાન તાહિર અને બેટ્સમેન જેપી ડ્યુમિની અહીં ટીમનું અભિયાન સમાપ્ત થયા બાદ નિવૃતી લઈ લેશે. અહીં લોર્ડસમાં વિશ્વકપની પ્રથમ મેચ રમાશે. ત્યારે જોવાનું રહ્યું કે, પિચ કેવું વર્તન કરે છે.