હરારે : ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સાથેની ત્રિકોણીય સિરિઝમાં પાકિસ્તાને ફરીવાર પોતાનું વર્ચસ્વ સાબિત કરીને ઇતિહાસ રચી દીધો છે. ફખર જમાન (91) અને શોએબ મલિક (નોટઆઉટ 43) વચ્ચે ચોથી વિકેટ માટે 107 રનની થયેલી ભાગીદારીના કારણે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને રવિવારે ટી20 ત્રિકોણીય સિરિઝ પોતાના નામે કરી લીધી છે. આ સિરિઝની ત્રીજી ટીમ યજમાન ટીમ ઝિમ્બાબ્વે હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરી હતી અને 8 વિકેટ પર 183 રનનો સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાને 19.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસિલ કરી લીધું હતું. ટી20માં લક્ષ્યનો પીછો કરીને પાકિસ્તાને આ સૌથી મોટી જીત મેળવી છે. પાકિસ્તાનની ટી20 સિરિઝમાં સતત નવમી જીત મેળવી છે. 


આ સિરિઝની છેલ્લી લીગ મેચમાં પણ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું હતું. આ મેચમાં ફખર જમાન (73)ની અર્ધી સદી તેમજ બોલર્સના દમદાર પ્રદર્શનના આધારે પાકિસ્તાને ગુરુવારે રમાયેલી સિરિઝની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયાને 45 રનથી હરાવી દીધું હતું. આ મેચને રવિવારે રમાનારી ફાઇનલ મેચનું રિહર્સલ ગણવામાં આવતી હતી. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...