હેડિંગ્લેઃ આઈસીસી વિશ્વકપ-2019ની રોમાંચક મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 3 વિકેટે પરાજય આપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. પાકની જીતનો હિરો ઓલરાઉન્ડર ઇમાદ વસીમ રહ્યો હતો. તેણે 54 બોલમાં અણનમ 49 રન બનાવીને ટીમને શાનદાર જીત અપાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટે 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાની ટીમે 49.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ જીત સાથે પાકિસ્તાનના 9 પોઈન્ટ થઈ ગયા છે અને તેની એક મેચ બાકી છે. જ્યારે અફઘાનિસ્તાનનો ટૂર્નામેન્ટમાં સતત આઠમો પરાજય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફખર જમાન ઈનિંગના બીજા બોલ પર આઉટ થયો હતો. તેને શૂન્ય પર મુઝીબ ઉર રહમાને LBW આઉટ કર્યો હતો. ઇમામ ઉલ હક 36 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ નબીએ ઇકરમ અલીના હાથે કેચ કરાવ્યો હતો. મોહમ્મદ હફીઝ (19)ને મુઝીબ ઉર રહમાને પેવેલિયર પરત મોકલી આપ્યો હતો. 


બાબર આઝમ 51 બોલમાં 5 ચોગ્ગા સાથે 45 રન બનાવી નબીની ઓવરમાં બોલ્ડ થયો હતો. હારિસ સોહિલ 27ને રાશિદ ખાને LBW આઉટ કર્યો હતો. કેપ્ટન સરફરાઝ અહમદ 18 રન બનાવી રનઆઉટ થયો હતો. શાબાદ ખાન 11 રન બનાવી રનઆઉટ થયો હતો. 

પાકિસ્તાનની જીત બાદ આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ



મેચની શરૂઆતમાં પાકને મળી સફળતા 
પાક ટીમને પ્રથમ સફળતા 5મી ઓવરમાં મળી હતી. અફઘાનિસ્તાનનો કેપ્ટન ગુલબદીન નાઇબ 15 રન બનાવીને શાહીન આફ્રિદીના બોલ પર આઉટ થયો હતો. તેજ ઓવરમાં આફ્રિદીએ હસમતઉલ્લાહ શાહિદીને પણ આઉટ કર્યો હતો. શાહિદી શૂન્ય પર આઉટ થયો હતો. ઇમાદ વસીમે રહમત શાહ (35)ને આઉટ કરીને અફઘાનિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો હતો. 


અસગર અફઘાન અને ઇરરામ અલી ખિલ વચ્ચે 64 રનની ભાગીદારી
અફઘાનિસ્તાને 57 રન પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અસગર અફઘાન (42) અને ઇકરામ અલી ખિલ (24) વચ્ચે ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી થઈ હતી. બંન્નેએ ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. અસગર અફઘાનને શાદાબ ખાને બોલ્ડ કર્યો હતો. તેણે 35 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ઇકરામને ઇમાદ વસીમે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


મોહમ્મદ નબી 16 રન બનાવી રિયાઝનો શિકાર બન્યો હતો. નજીબુલ્લાહ જાદરાને 54 બોલમાં 6 ચોગ્ગા સાથે 42 રન ફટકાર્યા હતા. તેને શાહીન આફ્રિદીએ બોલ્ડ કર્યો હતો. રાશિદ ખાન 8 રન બનાવી આઉટ થયો હતો. 


શાહીન આફ્રિદીએ ઝડપી 4 વિકેટ
પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિકી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 47 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય ઇમાદ વસીમ અને વહાબ રિયાઝને બે-બે સફળતા મળી હતી.