વિશ્વકપમાં ટીમની હાર બાદ હવે PCB કરશે સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા
નવી દિલ્હીઃ વિશ્વ કપમાં પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શનથી નારાજ થયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ પાસેથી દરેક વસ્તુનો હિસાબ લેવાનું નક્કી કર્યું છે. ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ વિશ્વકપમાંથી પરત ફરતા તેના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શનનો હિસાબ કરવામાં આવશે. ભારત સામે થયેલા પરાજય બાદ ગુસ્સે થયેલી પીસીબીએ ગવર્નિંગ બોડીની તત્કાલ બેઠક બોલાવીને ઘણા મહત્વના નિર્ણય લીધા છે.
પાછલા રવિવારે ભારત અને પાકિસ્તાને હાઈ વોલ્ટેજ મેચમાં પાકિસ્તાન ટીમના પરાજય બાદથી ખેલાડીઓની ખુબ આલોચના થઈ રહી છે. ટીમના પ્રદર્શનને લઈને વિશ્વભરના ફેન્સ તેની મજાક ઉડાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તો પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદની સ્ટેડિયમમાં મજાક કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ તોફાની બેટ્સમેન શોએબ અખ્તરે ટીમની પસંદગી અને કેપ્ટનની ફિટનેસને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. ભારત સામે હાર બાદ ગભરાયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાત્કાલીક ગવર્નિંગ બોડીની બેઠક બોલાવી હતી. મહત્વનું છે કે, વિશ્વકપમાં અત્યાર સુધી પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીતી શક્યું નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં બોલાવવામાં આવેલી બોર્ડ ઓફ ગવનર્સની 54મી બેઠકમાં ટીમના ખરાબ પ્રદર્શનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બેઠકમા ટીમ મેનેજમેન્ટ, સ્ટાફ અને ખેલાડીઓની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમીક્ષામાં તમામ લોકોના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શન સહિત અને વસ્તુનો હિબાસ કરવામાં આવશે. બોર્ડના ચેરમેન અને બોર્ડના ગવર્નરને આ અંતિમ રિપોર્ટ સોંપવામાં આવશે.
World Cup 2019: ભારતના આ સ્ટાર ખેલાડીઓની નવી હેર સ્ટાઇલના ફોટો વાયરલ
મહત્વનું છે કે, વિશ્વ કપમાં પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાન પર છે. ત્યારબાદ અંતિમ સ્થાન પર તમામ મેચ હારી ચુકેલી અફઘાનિસ્તાનની ટીમ છે. પાકિસ્તાનની ટીમે વિશ્વકપમાં અત્યાર સુધી કુલ પાંચ મેચ રમી છે. તેમાંથી તેને એકમાં જીત મળી છે, જ્યારે ત્રણમાં પરાજય થયો છે. તેની એક મેચ વરસાદને કારણે ધોવાઇ ગઈ છે.