ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ઓસ્ટ્રેલિયામાં આયોજીત થનાર આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપ 2022 માટે આજે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમના નેતૃત્વમાં બોર્ડે ટી20 વિશ્વકપ (T20 World Cup 2022) માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની વાપસી થઈ છે, જે ઈજાને કારણે એશિયાકપમાં બહાર રહ્યો હતો. આ સિવાય ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર શાન મસૂદને પણ સામેલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાન મસૂદે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ટી20માં પર્દાપણ કર્યું નથી. તો હૈદર અલીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો ફખર ઝમાનને રિઝર્વ ખેલાડીમાં રાખવામાં આવ્યો છે. શાન મસૂદને ટી20 બ્લાસ્ટમાં સારા પ્રદર્શનનું ઈનામ મળ્યું છે અને તે ટી20 ક્રિકેટમાં પ્રથમવાર પાકિસ્તાન માટે રમશે. મસૂદ વનડે અને ટેસ્ટમાં પર્દાપણ કરી ચુક્યો છે. 


હૈદર અલીને ફખર ઝમાનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઝમાન છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં છે. રિપોર્ટ આવ્યો હતો કે ફખર ઝમાન ઈજાનો સામનો કરી રહ્યો છે. ઝમાને છેલ્લા સાત ટી20 મેચમાં 13.71ની એવરેજથી 96 રન બનાવ્યા છે. 


T20 World Cup : અફઘાનિસ્તાને ટી20 વિશ્વકપની ટીમ કરી જાહેર, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન


રિઝર્વ ખેલાડીઓઃ ફખર ઝમાન, મોહમ્મદ હારિસ, શાહનવાઝ દહાની.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube