રાવલપિંડીઃ હસન અલી (Hasan Ali) અને શાહીન શાહ આફ્રિદી (Shaheen shah afridi) ની તોફાની બોલિંગની સામે સાઉથ આફ્રિકાનો ધબડકો થયો અને એકવાર ફરી ચોકર્સ સાબિત થઈ. પાકિસ્તાને હારના મોઢામાંથી જીત છીનવી અને આફ્રિકાએ જીતેલી મેચ ગુમાવી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાવલપિંડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (Rawalpindi International Cricket Stadium) માં પાકિસ્તાને સાઉથ આફ્રિકા (PAK vs SA) ને બીજી ટેસ્ટ મેચમાં 95 રને પરાજય આપ્યો છે. આ સાથે તેણે બે મેચોની ટેસ્ટ સિરીઝ પર 2-0થી કબજો કરી લીધો છે. સાઉથ આફ્રિકાની ટીમ જીતે તેમ લાગતુ હતું પરંતુ હસન અલીએ શાનદાર બોલિંગથી આફ્રિકાની આશા પર પાણી ફેરવી દીધુ હતું. 


આ પણ વાંચોઃ IND vs ENG: ઈશાંત શર્માનો કમાલ, ટેસ્ટમાં 300 વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર બન્યો


સાઉથ આફ્રિકાને જીતવા માટે 370 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ તેની ટીમ 274 રનમાં આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાનો સ્કોર એક સમયે ત્રણ વિકેટ પર 241 રન હતો, પરંતુ આ સ્કોર પર તેના વિકેટ ખોવાનો સિલસિલો શરૂ થયો અને અંતિમ સાત વિકેટ માત્ર 33 રનમાં ગુમાવી દીધો હતો. પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલર હસન અલી (Hasan Ali) એ પાંચ અને શાહીન શાહ આફ્રિદી  (Shaheen shah afridi) એ ચાર વિકેટ ઝડપી હતી. યાસિર શાહે વિયાન મલ્ડરને આઉટ કરી આફ્રિકાની ઈનિંગ સમાપ્ત કરી હતી. અલીએ પ્રથમ ઈનિંગમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. 


આ પણ વાંચોઃ રિષભ પંતને મળ્યું ઓસ્ટ્રેલિયામાં દમદાર પ્રદર્શનનું ઈનામ, જીત્યો આ ખિતાબ  


સાઉથ આફ્રિકાએ પાંચમાં દિવસે 1 વિકેટ પર 127 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ જલદી રેસી વેન ડેર અને ફાફ ડુપ્લેસિસ આઉટ થઈ ગયા હતા. વેન ડરે 48 અને ડુ પ્લેસિસે પાંચ રન બનાવ્યા હતા. ત્યારબાદ એડિન માર્કરમ અને તેંબા બાવુમાએ મળીને સ્કોર 241 સુધી પહોંચાડ્યો હતો. માર્કરમ 108 રન બનાવી અલીનો શિકાર બન્યો અને બાવુમા (61)ને આફ્રિદીએ આઉટ કર્યો હતો. 


આ પહેલા પાકિસ્તાને પોતાની પ્રથમ ઈનિંગમાં 272 રન બનાવ્યા હતા જેના જવાબમાં આફ્રિકાની ટીમ 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને બીજી ઈનિંગમાં 298 રન બનાવ્યા હતા. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube