નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સમાં મળેલી સફળતા બાદ ભારતીય ખેલાડીઓની સામે 18મી એશિયન ગેમ્સમાં પોતાનું પ્રદર્શન સારૂ કરવાનો પડકાર છે. રાષ્ટ્રમંડળ  ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર સફળતા હાસિલ કરી હતી અને ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ પોતાના નામે નોંધાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે જકાર્તાના જીબીકે સ્ટેડિયમમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહથી ગેમ્સનો ઔપચારિક પ્રારંભ થશે જ્યારે રવિવારે આ ગેમ્સ સાથે જોડાયેલી ઈવેન્ટ્સની શરૂઆત થશે. 


દેશને આશા છે કે ચાર વર્ષમાં એક વખત યોજાતી એશિયન ગેમ્સમાં ઉતરનાર ભારતના 572 ખેલાડીઓ સફળતા મેળવશે અને આ ગેમ્સમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. 


આ ગેમ્સની શરૂઆત 1951માં નવી દિલ્હીમાં થઈ હતી. જકાર્તા આ પહેલા 1962માં એશિયન ગેમ્સની ચોથી સીઝનની યજમાની કરી ચુક્યુ છે. હવે તેમના ખભે 18મી સીઝનની યજમાનીને સફળ બનાવવાનો દારોમદાર છે. જકાર્તા સિવાય પાલેમબાંગમાં પણ ઘણી ગેમ્સનું આયોજન કરવામાં આવશે. 


1962માં ભારતે જકાર્તામાં 52 મેડલ જીત્યા હતા જેમાં 12 ગોલ્ડ, 13 સિલ્વર અને 27 બ્રોન્ઝ મેડલ હતા. આ સીઝનમાં ભારત ત્રીજા સ્થાને રહ્યું હતું. છેલ્લી ત્રણ સીઝનમાં ભારત 50થી વધુ મેડલ લઈને આવ્યું છે. 


એશિયન ગેમ્સમાં આ રમતમાં ભારતને મેડલની આશા


કુશ્તી
1. બજરંગ પૂનિયાઃ હરિયાણાના આ 24 વર્ષિય પહેલવાને ઇંચિયોગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. શાનદારમાં ફોર્મમાં ચાલી રહેલો આ બોક્સર 65 કીલો ફ્રીસ્ટાઇલમાં મેડલનો દાવેદાર છે અને આ વર્ષે ત્રણ ટૂર્નામેન્ટ જીત્યો છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ સિવાય તેણે જોર્જિયા અને ઇસ્તાંબુલમાં બે ટૂર્નામેન્ટ જીતી. 


2. સુશીલ કુમારઃ ભારતના સૌથી સફળ ઓલંમ્પિયનમાંથી એક સુશીલ પર વધારાનો દબાવ હશે જે જોર્જિયામાં અસફળ રહ્યો હતો. જોર્જિયાની નિષ્ફળતા બાદ લોકો સવાલ કરવા લાગ્યા કે એશિયાડ ટ્રાયલમાં તેને છૂટ કેમ આપવામાં આવી. બે વખતનો ઓલંમ્પિક મેડલ વિજેતા પોતાના શાનદાર ફોર્મમાં દેખાવા ઉત્સુક હશે. 


3. વિનેશ ફોગટઃ રિયો ઓલંમ્પિકમાં પગની ઈજાનો શિકાર થયેલી વિનશ વાપસી કરી રહી છે. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને મેડ્રિડમાં સ્પેન ગ્રાં પ્રી જીતી. તે 50 કિલોમાં મેડલની પ્રબળ દાવેદાર હશે. 


બેડમિન્ટન
1. પીવી સિંધુઃ વિશ્વ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ પાસેથી ઘણી આશા છે. તેને નોજિંગમાં કેરોલિના મારિનના હાથે મળેલા પરાજયને ભૂલીને મેદાને ઉતરવું પડશે. ચાર મોટા ફાઇનલમાં હારેલી સિંધુ પર આ કલંકને પણ ધોવાનો દબાવ છે. 


2. સાઇના નેહવાલઃ ભારતમાં બેડમિન્ટનની લોકપ્રિયતાનો ગ્રાફ ઉંચો લાવનાર સાઇન સતત સારૂ પ્રદર્શન કરી શકી નથી. તેને વિશ્વ ચેમ્પિયનશિપમાં જે રીતે મારિને હરાવી તે સારા સંકેત નથી. પરંતુ તેનો અનુભવ અને ક્ષમતાને જોતા તે મેડલની દાવેદાર છે. 


3. કે. શ્રીકાંતઃ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં સિલ્વર  મેડલ વિજેતા શ્રીકાંત પુરૂષ સિંગલ્સમાં ભારતની એકમાત્ર આશા છે. એપ્રિલમાં નંબર-1નું રેન્કિંગ હાસિલ કરનાર શ્રીકાંતને ચીન, ઈન્ડોનેશિયા અને જાપાનના ખેલાડીઓને પડકાર મળશે. 


શૂટિંગ
1. મનૂ ભાકરઃ હરિયાણાની 16 વર્ષિય આ સ્કૂલી છાત્રા શાનદાર પ્રદર્શન કરીને ચર્ચામાં છે. આઈએસએસએફ વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી મનુ સૌથી યુવા ભારતીય શૂટર બની. તેણે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં પણ ગોલ્ડ  જીત્યો અને 10 મીટર એર પિસ્ટોલમાં પ્રબળ દાવેદાર છે. 


એથલેટિક્સ
1. હિમા દાસઃ આસામના એક ગામની 20 વર્ષિય હિમા દાસે ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં છઠ્ઠુ સ્થાન હાસિલ કર્યું હતું. તે આઈએએએફ ટ્રેક અને ફીલ્ડ સ્પર્ધામાં 400 મીટરમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય બની. 


2. નીરજ ચોપડાઃ આ યુવા ભાલાફેંક ખેલાડીના કદનો અહેસાસ તેનાથી થાય છે કે તે આ ભારતીય દળનો ધ્વજવાહક છે. અન્ડર 20 વિશ્વ ચેમ્પિયનશિપ 2016માં ગોલ્ડ મેડલ જીતનારી નીરજે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં આ સફળતા ફરી મેળવી. તેણે દોહામાં આઈએએએફ ડાયમંડ લીગમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. છેલ્લી ચાર ટૂર્નામેન્ટોમાંથી તે ત્રણમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 


ટેનિસ
1. રોહન બોપન્નાઃ રોહન બોપન્ના પોતાની ક્ષમતા અનુસાર રમ્યો તો દિવિજ શરણની સાથે ડબલ્સમાં મેડલનો દાવેદાર હશે. ભારતની આશાનો દારોમદાર રામનાથન પણ પણ હશે. ન્યૂપોર્ટ એટીપી ટૂર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચનાર રામનાથને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. 


બોક્સિંગ
1. શિવા થાપાઃ પુરૂષોના 60 કિલો વર્ગમાં થાપા એશિયન ગેમ્સમાં પ્રથમ મેડલ જીતવાનો પ્રયત્ન કરશે. એશિયન ચેમ્પિયનશિપમાં સત ત્રણ મેડલ જીતીને તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. 


2. સોનિયા લાઠેરઃ એમસી મેરી કોમની ગેરહાજરીમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતા સોનિયા લાઠેર ભારતીય મહિલા ટીમની આગેવાની કરશે. તે 57 કિલોમાં પ્રબળ દાવેદાર છે. 


જિમ્નાસ્ટિક
1. દીપા કરમાકરઃ ઘુંટણની ઈજાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર રહેલી દીપાએ તુર્કીમાં વિશ્વ ચેલેન્જ કરમાં ગોલ્ડ મેડલ જીતીની વાપસી કરી. રિયો ઓલંમ્પિકમાં ચોથા સ્થાને રહેલી દીપા મેડલની પ્રબળ દાવેદાર છે. 


ટેબલ ટેનિસ
1. મનિકા બત્રાઃ ગોલ્ડ કોસ્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી મનિકા કોમનવેલ્થ ગેમ્સની સ્ટાર હી. જકાર્તામાં પ્રતિસ્પર્ધા વધુ કઠિન હશે, પરંતુ તે પૂર્ણ તૈયારીની સાથે ગઈ છે.