વેલિંગટનઃ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા પ્રથમવાર ભારત માટે એક સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યા છે. બુધવારે વેલિંગટનમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં બંન્નેને અંતિમ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક અને ક્રુણાલ ભારત માટે એકસાથે રમનાર ભાઈઓની ત્રીજી જોડી બની ગઈ છે. આ પહેલા અમરનાથ (મહેન્દ્ર અને સુરેન્દ્ર) તથા પઠાણ (ઇરફાન અને યૂસુફ) ભારત માટે રમી ચુક્યા છે. અમરનાથ બંધુઓ ભારત માટે ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય સાથે રમ્યા હતા. તો પઠાણ બંધુઓએ 8 વનડે અને આઠ ટી20 આંતરરાષ્ટ્રીય ભારત માટે સાથે રમી છે. 


હાર્દિક અને ક્રુણાલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે લાંબા સમયથી રમી રહ્યાં છે. 


ક્રુણાલે પોતાની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય ગત વર્ષે નવેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. હાર્દિક એશિયા કપમાં થયેલી ઈજાને કારણે આ સિરીઝમાં રમી શક્યો નહતો. 


હાર્દિકની ગેરહાજરીમાં પંડ્યાએ નિરાશ ન કર્યા. ભારતે ત્રણ મેસોની સિરીઝમાં સફાયો કર્યો હતો. ક્રુણાલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નવેમ્બર 2018માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 


વેલિંગટનમાં ભારતનો કારમો પરાજય


ભારતે ટોસ જીતીને કીવી ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. કીવીએ 20 ઓવરમાં 219 રન બનાવ્યા હતા. જેની સામે ભારતીય ટીમ 139 રન બનાવી ઓલઆઉટ થઈ જતા ટીમનો 80 રને પરાજય થયો હતો.