મંડાલે (મ્યાનમાર): દિગ્ગજ પંકજ અડવાણી અને આદિત્ય મેહતાની ભારતીય જોડીએ બુધવારે અહીં થાઈલેન્ડની જોડીને 5-2થી હરાવીને આઈબીએસએફ વર્લ્ડ ટીમ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બની છે. આ જીતની સાથે અડવાણીના વિશ્વ ટાઇટલોની સંખ્યા 23 થઈ ગઈ છે, જ્યારે મેહતાએ આ સમયે પોતાનું પ્રથમ વિશ્વ ટાઇટલ જીત્યું જ્યારે સ્વાસ્થ્યના મુદ્દાને કારણે તેના ભવિષ્ય પર શંકા પેદા થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જીતથી તે પણ નક્કી થઈ ગયું કે હવે પ્રત્યેક આઈબીએસએફ  વિશ્વ ટાઇટલ અડવાણીના નામે છે. તેણે અહીં પાછલા સપ્તાએ વિશ્વ બિલિયર્ડ્સ ટાઇટલ પણ જીત્યું હતું. મુકાબલાની શરૂઆત મેહતાએ કરી જેણે પ્રથમ ફ્રેમ 65-31થી જીતી હતી. અડવાણીએ બીજી ફ્રેમમાં 9-69થઈ હારનો સામનો કરવો પડ્યો હતો. કેટલિક ફ્રેમમાં કાંટાના મુકાબલા બાદ ભારતે 3-2ની લીડ બનાવી લીધી અને બેસ્ટ ઓફ 9 ફાઇનલમાં જીત મેળવવા માટે તેણે માત્ર બે ફ્રેમ જીતવાની હતી. 


અડવાણીએ ત્યારબાદ યુગલ ફ્રેમમાં 52ના બ્રેકની સાથે જીત મેળવી અને ભારતને જીતની નજીત પહોંચાડી દીધું હતું. પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ સ્નૂકર રમી રહેલા મેહતાએ ત્યારબાદ થાઈલેન્ડના વિરોધીને 83-9થી હરાવીને પોતાનું નામ વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ખેલાડીઓની યાદીમાં નોંધાવ્યું હતું. 


મેહતાએ કહ્યું, 'મારૂ પ્રથમ વિશ્વ ટાઇટલ જીતીને હું ખુબ ઉત્સાહિત છું. આટલા વર્ષોની આકરી મહેનતનું અંતે ફળ મળ્યું.' અડવાણી પણ આ જીતથી ઘણો ઉત્સાહિત હતો. તેણે કહ્યું, 'આ મારા માટે સારૂ રહ્યું કારણ કે હું મ્યાનમારથી ત્રણ સપ્તાહ કરતા ઓછા સમયમાં વર્લ્ડ ચેમ્પિયનશિપના બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ (જે તેણે વિશ્વ 6 રેડ સ્નૂકર સ્પર્ધામાં જીત્યો)ની સાથે પરત ફરી રહ્યો છું. મારી યાદીમાં માત્ર એક વિશ્વ ટાઇટલ નહતું અને હવે તેને પણ જીતીને ખુદને સાતમાં આસમાને અનુભવી રહ્યો છું. આ જીત આ કારણે ખુબ ખાસ છે.'


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર