પંતની ઈનિંગની ટ્વીટર પર દિગ્ગજોએ કરી પ્રશંસા કહ્યું- વિશ્વ કપ માટે યોગ્ય ખેલાડી
રિષભ પંતે આઈપીએલ 12માં અત્યાર સુધી 336 રન બનાવ્યા છે અને આ સિઝનમાં તેણે બે અડધી સદી ફટકારી છે. રિષભની આ ઈનિંગના દમ પર દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને આવી ગઈ છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સિઝન 12ના 40માં મેચમાં રાજસ્થાન અને દિલ્હી વચ્ચેના મેચમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. પંતની આ શાનદાર જીતની મદદથી દિલ્હીએ પોતાની સીતમી જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ચેન્નઈને પછાડીને પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. રિષભે પોતાના આ પ્રદર્શનથી તે સાબિત કરી દીધું કે તે દિલ્હી માટે આટલો ખાસ બેટ્સમેન કેમ છે. રાજસ્થાનની જીતની આશા પર પહેલા શિખર ધવન અને પછી પંતે પાણી ફેરવી દીધું હતું.
રિષભ પંતે પોતાની આ ઈનિંગથી ટીકાકારોને જવાબ આપ્યો છે. આ સાથે તેણે દેખાડ્યું કે તેને વિશ્વ કપની ટીમમાં કેમ પસંદ કરવાનો હતો અને ટીમે શું મિસ કરી દીધું છે. મહત્વનું છે કે, રિષભ પંતની ઈનિંગને ટ્વીટર પર ખુબ પ્રશંસા મળી છે. ઘણા પૂર્વ ક્રિકેટરોએ પંતની આ ઈનિંગના વખાણ કર્યાં છે. પૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણામચારી શ્રીકાંતે રિષભ પંત માટે લખ્યું કે, તું જન્મથી જ એક મેચ વિનિંગ પર્સન છે અને વિશ્વ કપની ટીમમાં સ્થાન મેળવવા લાયક છે. તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું, મમેચ વિનર પર્સન દરેક એક મેચમાં વિનિંગ ઈનિંગ ન રમી શકે, પરંતુ જ્યારે પણ આવું પ્રદર્શન કરે છે તો લોકોનો શ્વાસ રોકાઈ જાય છે.
ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી માઇકલ વોને પંતની આ ઈનિંગ વિશે લખ્યું કે તેનું ભારતીય વિશ્વકપની ટીમમાં ન હોવું મોટું આશ્ચર્યજનક છે. તો ભારતીય સ્પિનર હરભજન સિંહે લખ્યું કે, વેલડન રિષભ પંત તે દિલ્હી માટે શાનદાર કૌશલ્ય દેખાડ્યું. કોમેન્ટ્રેટર અને ક્રિકેટ વિશ્લેષક હર્ષા ભોગલેએ રિષભની પ્રશંસા કરતા લખ્યું કે રિષભને આ ઈનિંગથી ગર્વનો અનુભવ થશે અને આશા કરીએ કે આગળ પણ આ પ્રકારની ઈનિંગ જોવા મળશે.
એશિયન એથલેટિક્સઃ ગોમતીએ ભારતને અપાવ્યો ગોલ્ડ, સરિતાએ જીત્યો બ્રોન્ઝ મેડલ
મહત્વનું છે કે, પંતે આઈપીએલ 12માં અત્યાર સુધી 336 રન બનાવી ચુક્યો છે અને આ સિઝનમાં તેણે બે અડધી સદી ફટકારી છે. રિષભ પંતની ઈનિંગની મદદથી દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. દિલ્હી અને ચેન્નઈના હાલમાં 14-14 પોઈ્ન્ટ છે.