ખેલ રત્નથી સન્માનિત દેશના પ્રથમ મહિલા પેરા એથલીટ દીપા મલિકે લીધી નિવૃતી
દીપા મલિકે પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (પીસીઆઈ)ના અધ્યક્ષ બનવા માટે રમતને અલવિદા કહ્યું છે.
નવી દિલ્હીઃ દેશનો સૌથી મોટો સ્પોર્ટ્સ એવોર્ડ જીતનારા પેરા એથલીટ દીપા મલિકે નિવૃતીની જાહેરાત કરી છે. દીપા દેશ માટે પેરાઓલિમ્પિકમાં મેડલ હાસિલ કરનારા પ્રથમ ખેલાડી છે. તેમણે પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (પીસીઆઈ)ના અધ્યક્ષ બનવા માટે રમતને અલવિદા કહ્યું છે.
હવે પેરા એથલીટ માટે કામ કરીશઃ દીપા મલિક
આ તકે તેમણે કહ્યું- મેં પાછલા વર્ષે 16 સપ્ટેમ્બરે નિવૃતી સાથે જોડાયેલો પત્ર પીસીઆઈને સોંપ્યો હતો. પરંતુ આજે મેં આ પત્ર ખેલ તથા યુવા કલ્યાણ વિભાગને સોંપી દીધો છે. હું પીસીઆઈમાં નવી કમિટીની રચના માટે હાઈકોર્ટના આદેશની રાહ જોઈ રહી છું. જે અમારા પક્ષમાં આવ્યું. દીપાએ કહ્યું કે, મને મોટી તસવીર જોવી પડશે જેથી દેશમાં પેરા ઓલિમ્પિક ખેલાડીઓને આગલ લાવવા માટે કામ કરી શકું.
ભ્રષ્ટાચારના આરોપમાં અફઘાનિસ્તાનના આ ક્રિકેટર પર લાગ્યો 6 વર્ષનો પ્રતિબંધ
નેશનલ સ્પોર્ટ્સ કોડનું પાલન કરીશ
નેશનલ સ્પોર્ટ્સ કોડ પ્રમાણે, એક સક્રિય એથલીટ કોઈપણ ફેડરેશનમાં સત્તાવાર રૂપે પદ પર રહી શકે નહીં. આ નિયમનો હવાલો આપતા દીપાએ સંન્યાસ લીધો છે. તેમણે કહ્યું કે, નિવૃતીની જાહેરાત કરવી મહત્વપૂર્ણ છે. મારે દેશના નિયમો પ્રમાણે ચાલવું પડશે. પરંતુ જરૂર પડી તો હું 2022ની એશિયન ગેમ્સના સમયે મારા નિર્ણયની સમીક્ષા કરી શકુ છું. મને નથી ખ્યાલ કે મારી અંદર ખેલાડી ક્યારેય સમાપ્ત થશે કે નહીં.
ભારે મનથી આ નિર્ણય લીધોઃ દીપા મલિક
તેમણએ આગળ કહ્યું કે, મેં ભારે મને આ નિર્ણય લીધો છે. પરંતુ રમતના સારા માટે મારે આ કરવું હતું. જો મારે પીસીઆઈમાં પદ સંભાળવું છે તો મારે કાયદાનું પાલન કરવું પડશે.
આખરે ક્યા આધાર પર ઓસ્ટ્રેલિયાને નંબર-1નું સ્થાન મળ્યુઃ ગૌતમ ગંભીર
પદ્મશ્રીથી પણ થયું હતું સન્માન
દેશમાં પરંપરાગત રમતને પ્રોત્સાહિત કરવામાં તેમનું નામ સૌથી આગળ છે. તેમનું પાછલા વર્ષે ખેલ દિવસ પર દેશના સર્વોચ્ચ ખેલ એવોર્ડ ખેલ રત્નથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પણ મળી ચુક્યો છે. દીપા મલિકે અત્યાર સુધી 23 આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube