નવી દિલ્લીઃ દેવેન્દ્ર ઝાઝરિયા 2004માં એેથેન્સ પેરાલિમ્પિકમાં અને 2016માં રિયો પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતી ચુક્યા છે. અને 2020 પેરાલિમ્પિકમાં તેમણે સિલ્વક મેડલ જીત્યો છે. આ સાથે જ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ્સ જીતી ચુક્યા છે. જન્માષ્ટમીનો દિવસ દેશ માટે મેડલ્સનો ઢગલો લઈને આવ્યો. જેમાં જેવલિન થ્રો (F46 વર્ગ)માં તો ભારતને બે મેડલ મળ્યા. સિલ્વર મેડલ દેવેન્દ્ર ઝાઝરિયાએ પોતાના નામે કર્યો તો સુંદર સિંહ ગુર્જર બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા. દેવેન્દ્ર ઝાઝરિયાએ આ સિલ્વર મેડલ સાથે પેરાલિમ્પિકમાં કુલ ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે. આ પહેલા દેવેન્દ્ર બે ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. જો કે, એકલા હાથે દેશને ત્રણ-ત્રણ મેડલ જીતાડનાર દેવેન્દ્રની આ સફર આસાન નથી રહી. અનેક સંજોગોનો સામનો કરીને દેવેન્દ્રએ આ મુકામ હાસિલ કર્યો છે. 
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ઝાઝરિયાનો જન્મ રાજસ્થાનના ચુરૂ જિલ્લામાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. જન્મ થયો ત્યારે તેઓ એક સામાન્ય બાળક જેવા જ હતા. પરંતુ 8 વર્ષની ઉંમરમાં તેમની સાથે કાંઈક એવું થયું, જેનાથી તેમનું જીવન સાવ બદલાઈ ગયું. જ્યારે તેઓ પાડોશીઓના બાળકો સાથે રમતા હતા, ત્યારે છુપાવાના ચક્કરમાં એક ઝાડ પર ચડી ગયા. અહીં તેમણે ભૂલથી 11 હજાર વોલ્ટના કરંટ વાળા એક તારને અડી લીધું. આ બાદ તરત જ તેઓ બેહોશ થઈ ગયા. ડૉક્ટરોએ  તેમનો જીવ તો બચાવ્યો પરંતુ એક હાથ કાપવો પડ્યો.


એક હાથ ગુમાવવા છતા દેવેન્દ્ર હિંમત ન હાર્યા. તેમણે નક્કી કર્યું કે, એક એવી રમત પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે, જેમાં ખાલી એક જ હાથ લાગશે. ઉપહાસ અને આલોચનાનો સામનો કરવા છતાં, તેઓ પાછળ ન હટ્યા અને ભાલા ફેંકવાનું શરૂ કર્યું. ત્યાં સુધી કે તેણે વાંસમાંથી પોતાનો પહેલો ભાલો બનાવ્યો. એટલી પ્રેક્ટિસ કરી કે દુનિયાના નંબર વન ખેલાડી બની ગયા.


મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીએ દેવેન્દ્ર ઝાઝરિયા સાથે વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે, 2013માં મે આ રમત રમવાનું છોડવાનું મન બનાવી લીધુ હતું. કારણ કે 2008 અને 2012માં ભાલા ફેંકને પેરાલિમ્પિકમાં સામેલ નહોતું કરવામાં આવ્યું. જેથી ઝાઝરિયા હિંમત હારી ગયા અને ખેલ છોડવાનું મન બનાવી લીધું. જો કે તેમના પત્નીએ તેમને હિંમત આપી. બાદમાં જે થયું એ ઈતિહાસ છે.


દેવેન્દ્ર ઝાઝરિયા 2004માં એેથેન્સ પેરાલિમ્પિમાં અને 2016માં રિયો પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતી ચુક્યા છે. અને 2020 પેરાલિમ્પિકમાં તેમણે સિલ્વક મેડલ જીત્યો છે. આ સાથે જ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ્સ જીતી ચુક્યા છે. ઝાઝરિયા પહેલા પેરા એથ્લિટ છે જેમને પદ્મ શ્રી આપવામાં આવ્યો છે. આ પહેલા તેમને ખેલ રત્ન અને અર્જુન અવૉર્ડ પણ મળી ચુક્યો છે.