ભારતે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 5 મેડલ પોતાના નામે કર્યા છે. જેમાં ચાર બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ છે. ભારત માટે પેરિસ ઓલિમ્પિકમાં પહેલો બ્રોન્ઝ મેડલ મનુ ભાકરે શુટિંગમાં જીત્યો હતો. ત્યારબાદ મનુ  ભાકરે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ઈતિહાસ રચી નાખ્યો. ત્યારબાદ ભારત માટે પેરિસ ઓલિમ્પિકમાં સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના 5 મેડલ પર પાકિસ્તાનનો એક મેડલ ભારે?
ભારતીય હોકી ટીમે ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. નીરજ ચોપડાએ ત્યારબાદ જેવલિન થ્રોમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો. આમ ભારતના ખાતામાં ચાર બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ આવી ચૂક્યો છે. પેરિસ ઓલિમ્પિકની મેડલ ટેલીમાં ભારત 63માં સ્થાને પહોંચ્યું છે. પરંતુ પાકિસ્તાન ફક્ત એક ગોલ્ડ મેડલ જીત્યું છતાં ભારતથી આગળ નીકળી ગયું છે. જેવલિન થ્રોમાં પાકિસ્તાનને મળેલા ગોલ્ડ મેડલના પ્રતાપે પેરિસ ઓલિમ્પિક મેડલ ટેલીમાં ભારતને પાછળ છોડતા 53માં સ્થાને પહોંચી ગયું. જાણો આમ કેમ થયું. 


દાવ થઈ ગયો?
અત્રે જણાવવાનું કે એક દેશ જેટલા વધુ ગોલ્ડ મેડલ જીતે  તેના આધારે ઓલિમ્પિકની મેડલ ટેલીમાં તેની પોઝિશનમાં વધારો થાય છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દેશોને તેના એથલિટો દ્વારા જીતવામાં આવેલા ગોલ્ડ મેડલની સંખ્યાના આધારે પ્રાથમિકતા આપે છે. જો બે કે તેથી વધુ દેશો પાસે એક સમાન ગોલ્ડ મેડલ હોય તો રેકિંગ સિલ્વર મેડલના આધારે નિર્ધારિત કરાય છે. ત્યારબાદ જરૂર જણાય તો બ્રોન્ઝ મેડલના આધારે નક્કી થાય છે. 


ભારતને એક પણ ગોલ્ડ નહીં
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે એક પણ ગોલ્ડ મેડલ જીત્યો નથી. જ્યારે પાકિસ્તાન એક ગોલ્ડ મેડલ લેવામાં સફળ રહ્યું. એક ગોલ્ડ મેડલના કારણે પાકિસ્તાન રેંકિંગમાં 53માં સ્થાને પહોંચ્યું. આ ઉપરાંત ભારતના ફાળે ચાર બ્રોન્ઝ, અને એક સિલ્વર મેડલ જીતવા છતાં મેડલ ટેલીમાં તેનો નંબર 63મો છે.