પેરિસઃ પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય એથલેટ નીરજ ચોપડાએ ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપડાએ જેવલીન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. નીરજ ચોપડાએ ટોક્યોમાં ગોલ્ડ જીત્યો હતો, હવે  પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ કબજે કર્યો છે. આ મેડલ સાથે નીરજ ચોપડા આઝાદ ભારતનો એક એવો એથલીટ બની ગયો છે, જેણે એથલેટિક્સ ઈવેન્ટમાં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે. નીરજ ચોપડાએ 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ કબજે કર્યો છે. આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ પાકિસ્તાનના અરશદ નદીમના નામે ગયો છે. નદીમે 92.97 મીટરના થ્રો સાથે ઓલિમ્પિક્સ રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરજે જીત્યો સતત બીજો મેડલ
નીરજ ચોપડાએ ટોક્યો બાદ પેરિસ ઓલિમ્પિક્સમાં પણ મેડલ જીતી સૌથી મોટો ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપડાએ પેરિસમાં સિલ્વર મેડલ કબજે કર્યો છે. નીરજ પીવી સિંધુ બાદ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બીજો ભારતીય બની ગયો છે. નીરજે ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ તો પેરિસમાં સિલ્વર જીત્યો છે.


નીરજ ચોપડાના થ્રો
પ્રથમ થ્રો- ફાઉલ
બીજો થ્રો- 89.45 મીટર
ત્રીજો થ્રો- ફાઉલ
ચોથો થ્રો- ફાઉલ 
પાંચમો થ્રો- ફાઉલ
છઠ્ઠો થ્રો- ફાઉલ


પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના નામે આવ્યો પાંચમો મેડલ
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં અત્યાર સુધી ભારતે કુલ પાંચ મેડલ કબજે કર્યાં છે. ભારતને આ ચારેય મેડલ બ્રોન્ઝ મળ્યા છે. શૂટિંગમાં મનુ ભાકરે સૌથી પહેલા બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મનુ ભાકર અને સરબજોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્રથી આવતા સ્વપ્નિલ કુસાલાએ પણ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ આજે હોકી ટીમે સ્પેનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે નીરજ ચોપડાએ ભારતના નામે પાંચમો મેડલ કબજે કર્યો છે.