પેરિસ ઓલિમ્પિક 2024ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. પહેલા દિવસે એટલે કે આજે (27 જુલાઈ) ભારતીય શૂટર્સ પાસેથી મેડલની આશા હતી પરંતુ તેમણે નિરાશ કર્યા. 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતની બંને જોડીઓ ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી નહીં. ઈલાવેનિક વલારિવન અને સંદીપ સિંહ 12માં સ્થાને રહ્યા. જ્યારે રમિતા જિંદલઅને અર્જૂન બાબુતાએ છઠ્ઠું સ્થાન મેળવ્યું. રમિતા-અર્જૂને મળીને 628.7 અંક મેળવ્યા. જ્યારે ઈલાવેનિલ-સંદીપે 626.3 અંક મેળવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ-4 ટીમો પહોંચી ફાઈનલમાં
ટોપ 4 ટીમોએ 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું. આ ઈવેન્ટની ફાઈનલ 27મી જુલાઈએ જ રમાવવાની છે. અત્રે જણાવવાનું કે ભારત માટે આજે ફક્ત આ એક મેડલ ઈવેન્ટ હતી. ભારત તરફથી ઓલિમ્પિક ગેમ્સના પહેલા દિવસે મેડલ જીતવાનો રેકોર્ડ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુના નામે છે. ચાનુએ ટોક્યો ઓલિમ્પિકના પહેલા દિવસે સિલ્વર મેડલ જીત્યો હતો. 



મનુ ભાકર-સિફ્ત કૌર પાસેથી આશા
ભારત 15 શૂટર્સ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યું છે. વિશ્વ સ્પર્ધાઓમાં અનેક પદક જીતી ચૂકેલી 22 વર્ષની મનુ ટોક્યો ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફિકેશનમાં પિસ્તોલમાં આવેલી ખરાબીથી બહાર આવી શકી નહતીં. પરંતુ આ વખતે સારા પ્રદર્શન કરવા ઈચ્છે છે. તે ત્રણ સ્પર્ધાઓમાં ભાગ લેશે જેમાં 10 મીટર એર પિસ્તોલ, 25 મીટર એર પિસ્તોલ અને 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ સામેલ ચે. 


ભારતને મુખ્ય રીતે પડકાર ચીન પાસેથી મળશે જે વિવિધ સ્પર્ધાઓમાં 21 શૂટર્સને ઉતારી રહ્યું છે. એક અન્ય મહિલા નિશાનેબાજ સિફ્તકૌર સામરા ઉપર પણ નજર રહેશે. જેણે એશિયન ગેમ્સમાં 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં ગોલ્ડ જીત્યો હતો. અનુભવી શૂટર્સમાંથી એક મૌદગિલ વાપસી કરી રહી છે અને મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં સિફ્ત સાથે રમશે. 20 વર્ષની રિધમ સાંગવાન 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ બે સ્પર્ધાઓમાં ભાગ લેશે.